અહીંયા ધરતી ખુદ શ્વાસ લે છે… માનવામાં ના આવે તો જોઈ લો વીડિયો…
આપણે ધરતીને માતાનો દરજ્જો આપ્યો છે અને આ ધરતી પાસેથી આપણને એટલું બધું મળે છે કે આપણે એની પૂજા પણ કરીએ છીએ. આ ધરતીને સજીવ માનવામાં આવે છે અને કોઈ પણ સજીવ વ્યક્તિ હોય તે શ્વાસ તો લે જ ને? તો હવે આપણી આ ધરતી માતા ક્યારે અને કેવી રીતે શ્વાસ લે છે એ વિશે વિચાર્યું છે ખરું? નહીં ને? ડોન્ટ વરી આજે અમે અહીં તમને દુનિયાના એવા ખુણામાં લઈ જઈ રહ્યા છીએ કે જ્યાં ધરતી ખુદ શ્વાસ લે છે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે ક્યાં આવેલી છે આ રહસ્યમયી જગ્યા અને શું છે આ પાછળનું કારણ…
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને Wonder of Science નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે એક જંગલમાં ઘણા બધા ઝાડ-પાન અને ઘાસ ઉગેલું છે. આ બધા વચ્ચે અચાનક વચ્ચેથી ધરતી પર આંચકા અનુભવાય છે એકદમ એ જ રીતે જે રીતે આપણે બધા શ્વાસ લઈએ છીએ અને આપણી છાતી પણ શ્વાસ લેતી અને છોડતી વખતે ફૂલાય છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો Jean Arthur Tremblay દ્વારા શૂટ કરવામાં આવ્યો છે અને આ પોસ્ટની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે કે જાણે ધરતી શ્વાસ લઈ રહી છે.
વાત જાણે એમ છે કે આ વીડિયોમાં ધરતી એટલે ફૂલતી અને સંકુચિત થતી દેખાઈ રહી છે કારણ કે ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આ પેડો ઉખડવાની પ્રક્રિયા છે અને જે એને હચમચાવી રહી છે. ઝાડના મૂળ્યા માટી સાથે ખેંચાય છે અને એવો ભાસ થાય છે કે જાણે ધરતી શ્વાસ લઈ રહી છે. વીડિયો પર નેટિઝન્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે અને કેટલાક લોકોએ કહ્યું કે કુદરતની લીલા અકળ છે. એક યુઝરે કહ્યું છે કે આ એકદમ હાર્ટ જેવું જ છે અને ધરતી જીવંત હોય એવું લાગી રહ્યું છે.