ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાનમાં નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર, બે ડેપ્યુટી CM રહેશે

નવ દિવસની ઉથલપાથલ બાદ ભાજપે સૌને ચૌંકાવ્યા


જયપુરઃ નવ દિવસ પછી રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માના નામની ભારતીય જનતા પાર્ટી (ભાજપે) જાહેરાત કરીને સૌને ચોંકાવી નાખ્યા હતા. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય (આદિવાસી), મધ્ય પ્રદેશમાં મોહન યાદવ (ઓબીસી) અને રાજસ્થાનમાં ભજનલાલ શર્માનું નામ જાહેર કરીને બ્રાહ્મણ લોબી-રાજસ્થાનવાસીને ખુશખુશાલ કર્યા છે.


મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની માફક રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમના નામ જાહેર કર્યા છે, જેમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, વાસુદેવ દેવનાની સ્પીકર તરીકે વરણી કરવામાં આવી છે.


ભજનલાલ શર્મા (સાંગાનેર બેઠક)નું નવા મુખ્ય પ્રધાન તરીકે નામ જાહેર કરીને ભારતીય જનતા પાર્ટીએ તમામ રાજકીય નિષ્ણાતોને ચોંકાવી નાખ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે, બાબા બાલકનાથ (હિંદુત્વના પોસ્ટર બોય)ના નામ લેવામાં આવતા હતા. ઉપરાંત, સીએમની રેસમાં ગજેન્દ્ર શેખવાત, સીપી જોશી, દિયા કુમારી અને રાજવર્ધન રાઠોડનું નામ પણ સામેલ હતું.


ભજનલાલ શર્મા પહેલી વખત વિધાનસભ્ય બન્યા છે, જ્યારે ચાર વખત પ્રદેશ પ્રમુખ રહ્યા છે. ઉપરાંત, આરએસએસ અને એબીવીપી સાથે પણ જોડાયેલા છે. સાંગાનેર સીટ ભાજપનો ગઢ છે, ત્યારે આ બેઠક પરથી જીત્યા પછી તેમને સૌથી મોટી જવાબદારી સોંપી છે.

રાજસ્થાનમાં નવા સીએમનું સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે. સાંગાનેર સીટથી પહેલી વખત વિધાનસભ્ય બનેલા ભજનલાલ શર્માનું નામ જાહેર કર્યા પછી વસુંધરા રાજેએ પણ અભિનંદન આપ્યા હતા. ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન બનાવવાનો પ્રસ્તાવ પણ વસુંધરા રાજેએ મૂક્યો હતો. આ અગાઉ પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

ભરતપુરમાં રહેનારા ભજનલાલ શર્મા સંગઠનમાં બહુ સક્રિયા હતા. તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે પણ કાર્યરતા હતા. ભાજપે પહેલી વખત જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને પહેલી વખત સીએમ પદ આપ્યું છે. હાલના વિધાનસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ટિકિટ આપવામાં આવી હતી.

અહીં એ જણાવવાનું કે દેશના મહત્ત્વના ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યમાં ભાજપને બહુમતી મળી હતી. રાજસ્થાન વિધાનસભાની કુલ 199 બેઠકમાંથી ભાજપને 115 બેઠક પર બહુમતી મળી હતી, જ્યારે કોંગ્રેસને 69 સીટ પર જીત થઈ હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત