આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના અકસ્માતો અંગે એકનાથ શિંદેએ અધિવેશનમાં આપી આ માહિતી

મુંબઈ: મહારાષ્ટ્રના આર્થિક પાટનગર મુંબઈમાં જાન્યુઆરીથી જૂન 2023 દરમિયાન 147 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થવાની માહિતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરમાં ચાલતા શિયાળુ અધિવેશનમાં રજૂ કરી હતી.

સીએમ શિંદેએ જણાવ્યું કે આ સમાન સમયગાળામાં મુંબઈમાં 132 માર્ગ અકસ્માત થયા હતા. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આવી અકસ્માતોની ઘટનાઓને રોકવા માટે આરટીઓ દ્વારા વાહન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

પ્રશાસન દ્વારા દર વર્ષે રોડ અકસ્માતો અને તેમાં થયેલા મોતના આંકડા જારી કરવામાં આવે છે. પ્રશાસનની રિપોર્ટ મુજબ 2022માં રોડ અકસ્માતોમાં 14,883 લોકોના મોત થયા હતા. તેમ જ વર્ષ 2023માં સંપૂર્ણ મહારાષ્ટ્રમાં 33,069 અકસ્માતો થયા હતા છે. 2019ના 32,925ની સરખામણીએ વર્ષ 2022માં એટલે ગયા વર્ષે થયેલા અકસ્માતોમાં 0.44 ટકાનો વધારો થયો હતો અને દુર્ઘટનાને લીધે થયેલા લોકોના મોતમાં પણ 16.38 ટકા વધારો થયો હતો. આ રોડ અકસ્માતોમાં 27,218 લોકો ઘાયલ થયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.

મુંબઈ શહેરમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આ દુર્ઘટનાને લીધે મોત થવાની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. હાલમાં બાન્દ્રા સી લિન્ક નજીક એક સાથે છ કારો એક સાથે અકસ્માતનો ભોગ બની હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button