નેશનલ

‘પીએમ મોદીને હરાવવા માટે પૈસા ભેગા કરી રહ્યા હતા’

ધીરજ સાહુના ઠેકાણેથી મળેલી રોકડ પર ગિરિરાજ સિંહનું નિવેદન

નવી દિલ્હીઃ ઝારખંડ અને ઓડિશામાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પર આઈટીના દરોડામાં કરોડોની રોકડ મળી આવી છે. નોટોની ગણતરી પૂર્ણ થયા બાદ 351 કરોડ રૂપિયાની રોકડની પુષ્ટિ થઈ છે. આ સાથે જ કોંગ્રેસના નેતાના ઠેકાણા પરથી આટલી મોટી રોકડ રકમની રિકવરી પર પણ રાજકીય હોબાળો ચાલુ છે. આ મુદ્દે ભાજપ કોંગ્રેસ પર ચારે બાજુથી પ્રહારો કરી રહી છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે આ અંગે મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘હવે કોંગ્રેસનો ચહેરો દુનિયાની સામે બેનકાબ થઈ ગયો છે. આ પૈસા મોદીજીને હરાવવા માટે ભેગા કરીને સાચવવામાં આવ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે ઘમંડી ઇન્ડિયા ગઠબંધને આટલા મોટા મુદ્દા પર પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. બધા જ ચૂપ થઇને બેઠા છે.

ઇન્ડિયા ગઠબંધન પર મોટા આરોપો લગાવતા ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, ‘ઇન્ડિયા ગઠબંધન તેમના સંબંધિત ગુનાઓ છુપાવવા માટે બનાવવામાં આવ્યું છે. ન તો કેજરીવાલ કહી રહ્યા છે કે સત્યેન્દ્ર જૈન જેલમાંથી બહાર કેમ નથી આવી રહ્યા. પાર્થ ચેટરજી જેલમાં કેમ છે તે અંગે મમતા દીદી પણ કંઇ નથી જણાવી રહ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button