IND vs SA T20: આજે રમાશે બીજી T20, ગિલ-ઋતુરાજ ઓપન કે યશસ્વીને મળશે તક?
યુવા પ્રતિભાઓથી ભરપુર ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. ત્રણ T20I મેચોની સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં હતી અને હવે માત્ર બે મેચ જ બાકી છે. ભારત પાસે માત્ર સિરીઝ જીતવાનો જ પડકાર નથી, પરંતુ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે તૈયારીઓ પણ કરવાની છે. ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પાસે માત્ર પાંચ ટી-20 મેચ જ રહ્યા છે. આ પાંચ ટી-20ના આધારે ભારતે વર્લ્ડ કપ માટે પોતાની ટીમ પસંદ કરવાની છે. ભારત છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ આફ્રિકા સામે એક પણ T20માં સિરીઝ હર્યું નથી.
પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ઘણા નવા ક્રિકેટરોને તક આપી છે, પરંતુ પ્રથમ મેચ રદ થવાથી બાકીના બે મેચમાં 17 સભ્યોની ટીમમાં દરેકને અજમાવવાની તક નહીં મળે. ભારત છેલ્લે 2018માં આફ્રિકા સાથે ટી-20 સિરીઝ રમી હતી, ત્રણ મેચની આ સિરીઝમાં ભારતે 2-1થી જીત મેળવી હતી.
ડરબનમાં વરસાદને કારણે બંને ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને એડન માર્કરામ ટોસ માટે પણ મેદાન પર આવી શક્યા ન હતા. આજે પોર્ટ એલિઝાબેથ તરીકે ઓળખાતા ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં પણ વાતાવરણ સારું નથી, આજે પણ અહીં વરસાદની સંભાવના છે.
આફ્રિકાની પીચો પર વધારાનો ઉછાળ જોવા મળી રહ્યો, માટે યુવા ભારતીય બેટ્સમેનોની કસોટી થશે. શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલમાંથી ભારતીય ટીમ મેનેજમેન્ટ કોને ઓપનિંગ માટે મોકલે છે તે જોવું રસપ્રદ રહેશે. રીતુરાજ અને યશસ્વી ઓપનિંગ કરશે તેવી શક્યતા વધુ છે, જ્યારે શુભમનને વિરાટ કોહલીની જવાબદારી એટલે કે ત્રીજા નંબર પર રમવાની તક મળશે. શ્રેયસ અય્યર, રિંકુ અને કેપ્ટન સૂર્યાનું રમવાનું નિશ્ચિત છે. જીતેશ કુમાર વિકેટકીપરની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે.
બોલિંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ વર્લ્ડ કપ ટીમમાં પસંદગી પામવા માટેના મોટા દાવેદાર છે. બુમરાહ વર્લ્ડ કપ બાદથી ક્રિકેટ રમી રહ્યો નથી. દીપક ચહર હાલમાં તેના બીમાર પિતાની સંભાળ લેવા ભારત જ છે. ઓસ્ટ્રેલિયા સામે કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈએ સારું પ્રદર્શન કર્યું હતું. હવે આ શ્રેણીમાં તેની સાથે રવિન્દ્ર જાડેજા પણ જોડાયો છે.
આ બે T20 બાદ ભારતે આવતા મહિને અફઘાનિસ્તાન સામે ત્રણ T20 મેચ રમવાની છે. ત્યાર બાદ આઈપીએલ બાકી છે. કેપ્ટન સૂર્યકુમારે એમ પણ કહ્યું હતું કે વધુ આંતરરાષ્ટ્રીય ટી-20 ન હોવાના કારણે વર્લ્ડ કપ ટીમની પસંદગી માટે આઈપીએલ મુખ્ય આધાર હોવો જોઈએ.
અત્યાર સુધીના પ્રદર્શનના આધારે સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહને છ મહિના બાદ યોજાનાર વર્લ્ડ કપમાં બેટ્સમેન તરીકે નિશ્ચિત દાવેદાર માનવામાં આવી શકે છે. શુભમન ગિલ વર્લ્ડ કપ પછી મેચ રમ્યો નથી. યશસ્વી જયસ્વાલ અને રૂતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે સારા રન બનાવ્યા હતા. રિંકુની જેમ જિતેશ શર્માને પણ સારો ફિનિશર છે, પરંતુ ફોર્મ સાબિત કરવા માટે તેને થોડી મેચોની જરૂર છે. આશા છે કે આગામી બે મેચમાં તેને તક મળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ રમે એ માટે સસ્પેન્સ યથાવત છે.
બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11
ભારત: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ/ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
દક્ષિણ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, 2 મેથ્યુ બ્રિટ્ઝકે, એઇડન માર્કરામ (સી), ટ્રીસ્ટન સ્ટબ્સ/હેનરિક ક્લાસેન (ડબલ્યુકે), ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, માર્કો જેન્સેન/એન્ડિલ ફેહલુકવાયો, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્જર, તબ્રેઈઝ શમ્સી.