જયપુર: રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન વિશેની અટકળોનો આજો અંત આવશે. એમપી અને છત્તીસગઢની જેમ ભાજપ રાજસ્થાનમાં પણ સીએમ પદ માટે કોઈ નવા જ ચહેરાની જાહેરાત કરી શકે છે. અતેયાર સુધી ચાલતી વસુંધરા રાજેના મુખ્ય પ્રધાન બનવાની શક્યતાઓ હવે ખતમ થઈ ગઈ છે.
નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં ભાજપે 11 ડીસેમ્બરના રોજ મુખ્ય પ્રધાના નામની જાહેરાત કરી હતી. જ્યારે છત્તીસગઢમાં સદ ડિસેમ્બરના રોજ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં ભાજપે ઓબીસી સમુદાયમાંથી આવતા મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવ્યા જ્યારે છત્તીસગઢમાં આદિવાસી સમુદાયના વિષ્ણુદેવ સાંઈને મુખ્ય પ્રધાન બનાવાયા છે. ત્યારે આ બંને રાજ્યોમાં ભાજપે જે રીતે મુખ્ય પ્રધાન નક્કી કર્યા છે તે જોતા રાજસ્થાનમાં પણ કોઇ સામાન્ય વર્ગમાંથી મુખ્ય પ્રધાન બને તેવી શક્યતાઓ વધારે છે. ત્યારે એવી પણ અટકળો છે કે ભાજપ રાજ્યની કમાન મહિલાના હાથમાં સોંપી શકે છે.
મુખ્ય પ્રધાન અંગેના નિર્ણય માટે પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડે જયપુર આવશે અને એક બેઠક કરશે. ત્યારબાદ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકોથી સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીથી આવતા નિરીક્ષકો ધારાસભ્યો સાથે નવા મુખ્ય પ્રધાન અંગે ચર્ચા નહીં કરે. એટલે કે ધારાસભ્યોને તેમની પસંદગીઓ અને અભિપ્રાયો વિશે પૂછવામાં આવશે નહીં. ત્રણેય નિરીક્ષકો દિલ્હીથી લાવવામાં આવેલા નામો અંગે દરખાસ્ત પસાર કરશે, ત્યારબાદ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે.
મુખ્ય પ્રધાનની રેસમાં અત્યાર સુધી સૌથી આગળ વસુંધરા રાજે હતો પરંતુ જે રીતે મધ્યપ્રદેશમાંથી શિવરાજ સિંહનું નામ હટી ગયું તે જોતા વસુંધરા રાજેની સીએમ બનવાની શક્યતાઓ નહિવત થઇ ગઇ છે. ત્યારે રાજસ્થાનની કમાન જો ભાજપ બીજા કોઇના હાથમાં સોંપે છે તો વસુંધરા રાજે પર સૌની નજર રહેશે.
Taboola Feed