ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો, સોમવાર સીઝનનો સાથી ઠંડી દિવસ રહ્યો
![](/wp-content/uploads/2023/12/India-Winter.webp)
નવી દિલ્હી: વર્ષ 2023 અંત થવામાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે મંગળવાએ દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં સોમવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 ડિસેમ્બર સુધીમાં ઉત્તર ભારતના તાપમાનમાં વધુ ઘટાડો થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજધાની દિલ્હીમાં 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન 6 થી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે તાપમાનમાં હજુ વધુ ઘટાડો થશે અને સવારે ધુમ્મસની આશંકા છે.
IMD અનુસાર, રાજધાની દિલ્હીમાં સોમવારની સવાર સિઝનની સૌથી ઠંડી સવાર હતી. વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાનનો પારો 6.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જે સિઝનના સરેરાશ તાપમાન કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પારો -4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. IMD અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં લઘુતમ તાપમાન 6-10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.