નેશનલ

ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ફરી સિંગતેલના ભાવમાં રૂ.૮૦નો વધારો થયો હતો. સિંગતેલના ૧૫ કિલા ડબ્બાનો ભાવ રૂ. ૨૭૦૦થી ૨૮૦૦ થયો છે. રાજ્યમાં મગફળીની મોટી આવક છતાં ભાવમાં ઘટાડો થતો નથી. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો થતા મધ્યમ વર્ગ અને ગરીબોની હાલત કફોડી બની છે. રાજ્યમાં સિંગતેલ ડબ્બાનો ૧૫ કિલોનો ભાવ રૂપિયા ૨૭૦૦ થી ૨૮૦૦ થયો છે. દિવાળી બાદ સિંગતેલના ડબ્બે ભાવમાં ૮૦ રૂપિયાનો વધારો થયો છે.

હાલ મોટા પ્રમાણમાં નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે પહોંચી રહી છે. મગફળીની મોટી આવક છતાં ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ચાલુ વર્ષે સિંગતેલ ડબ્બો રૂપિયા ૨૮૦૦થી ૩૦૦૦ આસપાસ રહેવાની સંભાવના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…