આમચી મુંબઈ

ઇથેનોલ પ્રતિબંધને કારણે ખાંડ ઉદ્યોગ સંકટમાં

નાગપુર, હિંગોલી: શેરડીનો રસ અને ખાંડના અર્કમાંથી ઇથેનોલના ઉત્પાદન પર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે ખાંડ ઉદ્યોગને મોટા સંકટનો સામનો કરવો પડી રહ્યોે છે. આ નિર્ણયની મોટી અસર ફેક્ટરીઓની કાર્યકારી મૂડી તેમજ બૅન્ક લોનના વિકલ્પ તરીકે શેરડીના વાજબી અને મહેનતાણું દર પર પડશે.

સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કે ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને લોન નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તેથી, રાજ્ય સહકારી ખાંડ સંઘે કેન્દ્ર સરકાર પાસે ખાંડના મૂળ ભાવ અને ઇથેનોલની ખરીદીમાં વધારો કરવા અને કારખાનાઓની લોનની ચુકવણીની મુદતમાં ત્રણ વર્ષનો વધારો કરીને મુશ્કેલીમાં મુકાયેલા ખાંડ ઉદ્યોગને રાહત આપવાની માગ કરી છે.

રાજ્યમાં શેરડીના રસ અને ખાંડની ચાસણીમાંથી ૫૮ ટકા બી હેવી મોલાસીસ, ૪૦ ટકા સી મોલાસીસ અને સડેલા અનાજમાંથી ઉત્પન્ન થતા ઈથેનોલનું પ્રમાણ બે ટકા છે. કેન્દ્રના આ નિર્ણયને કારણે, રાજ્યમાં ઇથેનોલનું ઉત્પાદન ૫૮ ટકા ઘટશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.બીજી બાજુ સ્ટેટ બૅન્કે ઇથેનોલ ઉત્પાદન માટે ફેક્ટરીઓના વિસ્તરણ યોજના માટે ૨૭ ફેક્ટરીઓને ૧,૭૦૦ કરોડની લોન આપી છે. કેટલીક વધુ ફેક્ટરીઓની દરખાસ્તો વિચારણા હેઠળ હતી. પરંતુ કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સહકારી બૅન્કે ઇથેનોલ ઉત્પાદન માટે લોન આપવાનું બંધ કરી દીધું છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશભરમાં લગભગ ૩૨૫ પ્રોજેક્ટ ચાલી રહેલા કારખાનાઓ માટે મુશ્કેલી સર્જાવા જઈ રહી છે.

કેન્દ્રની આ નીતિને કારણે બૅન્કોએ હવે માત્ર ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને લોન ન આપવાનો નિર્ણય કર્યો છે. સુગર મિલોને લોન આપનાર જિલ્લા મધ્યસ્થ બૅન્કોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. બેંકોને મોટો આર્થિક ફટકો પડી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?