આમચી મુંબઈ

આર્ટિકલ ૩૭૦ને સુપ્રીમ કોર્ટની બહાલી

બાળાસાહેબની ઈચ્છા આજે મોદીજીની હિંમતને લીધે પૂરી થઈ મુખ્ય પ્રધાન શિંદે
મુંબઈ: ભાજપ દ્વારા વર્ષ ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્ણયને પાછો ખેંચવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સોમવારે આદાલતે કેન્દ્ર સરકારના કલમ ૩૭૦ રદ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવી ચુકાદો આપ્યો હતો જેનો અનેક લોકોએ સ્વાગત કર્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ આ મામલે પોતાનો મત રજૂ કર્યો હતો. શિંદેએ શિવસેનાના દિવંગત સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેને યાદ કરી ‘એક્સ’ પર પોસ્ટ કરી છે. શિંદેએ એક્સ પર લખ્યું સુપ્રીમ કોર્ટના નિર્ણયને લીધે એક ઐતિહાસિક પર્વનો આરંભ થઈ રહ્યો છે. દેશમાં રાજકીય એકતા જાળવી રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પગલું ભર્યું હતું, જેને કોર્ટે માન્ય ગણાવ્યું છે. આ બાબત હું મોદી અને ગૃહ પ્રધાન અમિતભાઈ શાહને અભિનંદન કરું છું.

શિંદેએ આગળ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં દેશની સાથે વિકાસ કરવાનો માર્ગ મોકવો થયો છે. હવે ત્યાં ચૂંટણી પણ થશે. બાળાસાહેબ ઠાકરેને યાદ કરતાં શિંદે એ કહ્યું કે બાળાસાહેબે કહ્યું હતું કે મને વડા પ્રધાન બનાવો હું કાશ્મીર પરની કલમ ૩૭૦ને રદ કરી દઇશ. હિન્દુ હૃદય સમ્રાટ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની ઈચ્છા આજે મોદીજીની હિંમતને લીધે પૂરી થઈ છે. એવું શિંદે એ જણાવ્યું હતું.

અમે અખંડ ભારતમાં વિશ્ર્વાસ રાખનારા લોકો ફડણવીસ
મુંબઈ: સુપ્રીમ કોર્ટે આર્ટીકલ ૩૭૦ રદ કરવાની અરજી સામે આપેલા નિર્ણયને લઈને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

ફડણવીસે આ મામલે વિધાન ભવનમાં કહ્યું કે આજે દેશના ઇતિહાસમાં સૌથી મહત્વનો દિવસ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રદ કરવામાં આવેલી કલમ ૩૭૦ ના નિર્ણય પર આજે સુપ્રીમ કોર્ટે સ્ટેમ્પ માર્યું છે. અદાલતના આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરની સાથે સાથે દેશના લોકોની પણ વિજાય થયો છે. જમ્મુ અને કાશ્મીરમાથી કલમ ૩૭૦ રદ કર્યા બાદ ત્યાં આતંકવાદની ઘટનામાં ઘટાડો આવ્યો છે અને રાજ્ય વિકાસ કરી રહ્યું છે. ફડણવીસે ઉદ્ધવ ઠાકરેએ કરેલા પીઓકેના નિવેદન અંગે કહ્યું કે તે દરેક ભારતીયની ઈચ્છા છે કે પીઓકે ભારતમાં ફરી જોડાય. અમે અખંડ ભારતમાં વિશ્વાસ રાખનાર લોકો છે. મોદીજી એ અશક્ય ગણવામાં આવતી વાતને શક્ય કરી બતાવી છે.

ફડણવીસે બાળાસાહેબ ઠાકરેને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે બાળાસાહેબનું કલમ ૩૭૦ હટાવવાની ઈચ્છાને આજે પીએમ મોદીએ પૂરું કર્યું છે. ફડણવીસે યુબીટી અને ઉદ્ધવ ઠાકરેનું નામ ન લેતા કહ્યું કે જ્યારે પીએમ મોદી તેમનું કામ કરી રહ્યા હતા ત્યારે યુબીટીએ રાજ્ય સભામાં વિરોધી ભૂમિકા લીધી હતી તેથી તેમને અહીં બોલવાનો અધિકાર નથી. એવું ફડણવીસે કહ્યું હતું.

પીઓકે પણ ભારત પાસે આવી જવું જોઈએ ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: વર્ષ ૨૦૧૯માં ભાજપ સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાથી આર્ટિકલ ૩૭૦ને રદ કર્યા બાદ કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ દાખલ કરેલી અરજી સામે સોમવારે અદાલતે ચુકાદો આપ્યો હતો અને જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ રદ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

આર્ટિકલ ૩૭૦ના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે હવે મહારાષ્ટ્રમાં વિરોધી પક્ષના શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું છે. ઠાકરેએ કહ્યું કે અદાલતના આ નિર્ણયનું અમે સ્વાગત કરે છે. ૨૦૧૯માં કલમ ૩૭૦ રદ કરવા નિર્ણયનું અમે સમર્થન આપ્યું છે. અમે આશા કરે છે કે વર્ષ ૨૦૨૪ના સપ્ટેમ્બર સુધી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરવાના અદાલતનો નિર્ણય પણ જલદીથી સફળ થઈ જાય.

ઉદ્ધવ ઠાકરેએ આગળ વધારતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને પણ ખબર છે કે આ નિર્ણયથી તેમને સ્વતંત્ર રીતે મતદાન કરવાનો નિર્ણય મળશે. જો આ ચૂંટણી પહેલા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) પણ ભારતમાં આવી જાય તો પૂરા કાશ્મીરમાં ચૂંટણી થતાં દેશનો આ ભાગ અખંડ થઈ જશે.

સુપ્રીમ કોર્ટે પાંચ ન્યાયાધીશોની બેન્ચ હેઠળ કલમ ૩૭૦ પર ચુકાદો આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે કલમ ૩૭૦ હેઠળ જમ્મુ અને કાશ્મીર ભારતમાં સામેલ થયું હતું એવા કોઈ પુરાવા મળ્યા નથી એટલે આર્ટિકલ ૩૭૦ને રદ કરવાનો નિર્ણય કાયદાકીય રીતે યોગ્ય છે અને બંધારણ પ્રમાણે કલમ ૩૭૦ના પહેલા ફકરા મુજબ જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?