ખાંડ ખાવી દરેક વખતે નુકસાન કારક નથી ખાંડના ફાયદા પણ છે
હેલ્થ વેલ્થ -નીધિ ભટ્ટ
શું ખાંડ ખાવાથી ખરેખર ડાયાબિટીસ થાય છે?
હાલના સમયમાં દરેકના ઘરમાં ખાંડનો ઉપયોગ થાય છે. શરૂઆત કરીએ તો સવારની ચાની ચૂસકીથી જ ભારતીયો ખાંડ ખાતા હોય છે. જ્યારે ચીનની વાત કરીએ તો મોટાભાગના લોકો માને છે કે તે સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી. ખાંડ ખાવથી ડાયાબિટીસ થાય છે. તો શું એ બાબત ખરેખર સાચી છે તો ચાલો જાણીએ ખરેખર શું
બાબત છે.
સામાન્ય રીતે વાત કરીએ તો દરેકના ઘરમાં ખાંડ વપરાતી જ હોય છે પરંતુ અત્યારની જનરેશન ખાંડ ખાવાથી પરેજ પાળી રહી છે. કારણકે અત્યારે ડોક્ટરો પણ ખાંડને સ્વાસ્થય માટે હાનિકારક જણાવી રહ્યા છે. અને તેના કારણે જ લોકો ધીમે ધીમે ખાંડ ખાવાનું ઓછું કરી રહ્યા છે. તેમજ ઘણીવાર આપણા ઘરડાઓ પણ કહેતા હોય છે કે શક્ય તેટલી ખાંડ ઓછી ખાવી નહી તો શરદી કે ખાંસી થઇ જશે. પરંતુ કેટલીક એવી બાબતો છે જે માનવા યોગ્ય નથી કારણ કે તે ફક્ત વાતો છે.
ખાંડને આજે સ્વાસ્થ્યની સૌથી મોટી દુશ્મન માનવામાં આવે છે. ડાયેટિશિયનથી લઈને ડોક્ટર્સ સુધી દરેક તમને શક્ય તેટલી ઓછી ખાંડ ખાવાની સલાહ આપે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત મિત્રો મીઠાઈઓથી દૂર રહેવાની સલાહ આપે છે. ખાંડ ખાવાથી ડાયાબિટીસ થાય એ બાબત તો ઘણી જાણીતી બની ગઇ છે. અને તેના કારણે લોકો માને છે કે ખાંડ બિનઆરોગ્યપ્રદ છે. તેના વધુ પડતા સેવનથી વજન વધે છે. દાંત બગડે છે. ડાયાબિટીસમાં સુગર લેવલ વધારે હોઈ શકે છે. જો કે આ બધી બાબતો થોડા ઘણા અંશે સાચી છે પરંતુ શું તમને ખબર છે કે ખાંડ તમારા સ્વાસ્થય માટે સારી પણ છે.
હા, ખાંડના વધુ પડતા સેવનના ગેરફાયદા તો છે જ, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત કેટલાક ફાયદા પણ છે. જો તમને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય તો ખાંડથી સારું બીજું કંઈ નથી. લો બ્લડ પ્રેશરથી પીડાતા લોકોને તેમની સાથે સુગર ક્યુબ્સ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત ખાંડ ડિપ્રેશનને દૂર કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. અને એટલે જ ડોક્ટર્સ પણ ડિપ્રેશનથી પીડિત લોકોને પોતાની સાથે ચોકલેટ રાખવાની સલાહ આપે છે. જેના કારણે તરત તમારો મૂડ બદલાય છે અને તમારા નેગેટિવ વિચારોને પોઝિટીવ કરે છે. જો કે ખાવાની કોઇ પણ વસ્તુ હોય એ તેને જો પ્રમાણસર ખાવમાં આવે તો તેનો કોઇ ગેર ફાયદો નથી થતો પરંતુ જો તેનું સેવન વધારે પડતું થાય તો તે નુકસાન કરે જ છે.