ઇન્ટરનેશનલસ્પોર્ટસ

રોમાનિયામાં આઇરિશ સ્વિમરે 800 ફ્રિસ્ટાઇલમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઓટોપેની (રોમાનિયા): આઇરિશ સ્વિમર ડેનિયલ વિફેને રવિવારે 800-મીટર ફ્રી સ્ટાઇલમાં શોર્ટ કોર્સ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ગ્રાન્ટ હેકેટના અગાઉના રેકોર્ડને લગભગ ત્રણ સેકન્ડથી તોડ્યો હતો.

રોમાનિયાના ઓટોપેનીમાં યુરોપિયન શોર્ટ કોર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વિફેને 7 મિનિટ 20.46 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઑસ્ટ્રેલિયાના હેકેટે 20 જૂલાઈ, 2008ના રોજ વિક્ટોરિયા ચૅમ્પિયનશિપમાં 7:23.42માં રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ફ્રાન્સના ડેવિડ ઓબ્રી 7:30.32 સાથે બીજો અને યુક્રેનના મિખાઇલો રોમનયોકે 7:31.20 સેકન્ડ સાથે બ્રોન્ઝ મળ્યો હતો. વિફેન પહેલાથી જ ચેમ્પિયનશિપમાં 400 અને 1,500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…