મનોરંજન

પ્રભાસની ફિલ્મ વિશે યુવા સિંગરે ખોલી નાખ્યું આ રહસ્ય

દક્ષિણ ભારતનો સુપરસ્ટાર હોવા છતાં પ્રભાસ બોલીવૂડના ફેન્સમાં પણ સારી એવી લોકપ્રિયતા ધરાવે છે. પ્રભાસની આગામી ફિલ્મ સલારને લઈને લોકોમાં ભારે ઉત્તેજના છે. આ ફિલ્મમાં તે પ્રશાંત નીલ સાથે કામ કરી રહ્યો છે, જેણે કેજીએફ ફ્રેન્ચાઇઝીનું નિર્દેશન કર્યું હતું.

પ્રશાંતે તો કહ્યું છે કે આ ફિલ્મ અલગ છે અને તેને કેજીએફ ફ્રેન્ચાઈઝી સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ આ ફિલ્મના સિંગરએ એક વાત કહી દીધી છે, જેનાથી દર્શકો વધારે રોમાંચ અનુભવી રહ્યા છે. પૅન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘સલાર’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત રિલીઝ ડેટ મોકૂફ કર્યા પછી હવે તે 22 ડિસેમ્બરના રોજ થિયેટરમાં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ ‘KGF’ ફ્રેન્ચાઇઝી જેવી ભારતીય સિનેમાને બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

રોકિંગ સ્ટાર યશને લીડમાં લઈને પ્રશાંતે જે માહોલ બનાવ્યો છે તેની અસર લોકોના મનમાંથી ગઈ નથી. તેથી, સિનેમા ચાહકો માની રહ્યા છે કે પ્રભાસ સાથે તેનો હાથ મિલાવીને મોટા પડદા માટે વધુ એક બ્લોક બલ્સ્ટર ફિલ્મ લાવશે.


‘સલાર’ના ટીઝરમાં કેટલાક દ્રશ્યો યશની ફિલ્મના હોય તેવા દેખાતા હતા. અહીંથી બંને ફિલ્મો વચ્ચેના જોડાણની વાત શરૂ થઈ હતી. જોકે, દિગ્દર્શક પ્રશાંત નીલે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સલાર’ એક એકલ ફિલ્મ છે અને તેનો ‘KGF’ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ હવે આ ફિલ્મની એક યુવા સિંગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કદાચ ‘સાલર’નું સૌથી મોટું રહસ્ય જાહેર કરી નાખ્યું હોવાનું કહેવાય છે.


યુવા ગાયક તીર્થ સુભાષે તાજેતરમાં કેરળમાં એક ગાયન સ્પર્ધા જીતી છે. આ જીત બાદ તીર્થ મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. તેના પ્લેબેક કરિયર વિશે વાત કરતાં તીર્થે ખૂબ જ કેઝ્યુઅલ રીતે કહ્યું, ‘મને સાલાર નામની ફિલ્મમાં ત્રણ ભાષામાં ગાવાનો મોકો મળ્યો છે, જેમાં પ્રભાસ, યશ અને પૃથ્વીરાજ એમત્રણ અંકલ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે આમાં યશ અંકલનું નામ આવતા જ લોકો ચોંકી ઊઠ્યા છે.


મોટી ફિલ્મોમાં મોટા કેમિયો લાવીને આવા રહસ્યોને દબાવી દેવામાં આવે છે જેથી મોટા પડદા પર ફિલ્મ જોવાનો રોમાંચ જળવાઈ રહે. યશ ફિલ્મમાં નથી એવું પ્રશાંત નીલનું નિવેદન આ પ્રકારનું હોઈ શકે છે.
જે હોય તે શાહરૂખની ડંકી અને પ્રભાસની સલારને જોવા ક્રિસમસ વીકમાં થિયટરો ઊભરાશે તે નક્કી છે. હાલમાં રણબીર ફિલ્મસર્જકો અને થિયેટરમાલિકોના ખિસ્સા ભરી રહી છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker