આમચી મુંબઈ

કાંદાના ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવે બ્લોક કર્યો NCP નેતા શરદ પવાર પણ આપ્યું સમર્થન

મુંબઈ: હાલમાં રાજ્યમાં કાંદાના ભાવ વધતાની સાથે જ સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે આ નિર્ણયના વિરોધમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવેને બ્લોક કરી દીધો હતો. આ ખેડૂતોને NCP પ્રમુખ શરદ પવારનું પણ સમર્થન મળ્યું હતું શરદ પવાર ખેડૂતો સાથે હાજર રહ્યા હતા.

હાલમાં મહારાષ્ટ્રના ચાંદવાડમાં મુંબઈ-આગ્રા હાઈવે પર મોટી સંખ્યામાં ડુંગળીના ખેડૂતો હાઈવે બ્લોક કરીને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે તાત્કાલિક અસરથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય લીધો હતો. સરકારે કહ્યું હતું કે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને આ સમયગાળા દરમિયાન એક પણ ડુંગળી દેશની બહાર નહિ જાય, જેથી સ્થાનિક બજારમાં ડુંગળીનો પુરવઠો જળવાઈ રહે અને ભાવ પણ વધે નહીં.


ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે ગુરુવારે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે ડુંગળીની નિકાસ નીતિમાં થોડો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત 31 માર્ચ 2024 સુધી દેશની બહાર ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ડુંગળીની નિકાસ નીતિમાં આ ફેરફાર પહેલા સરકારે તેની લઘુત્તમ કિંમત પણ નક્કી કરી હતી.


જેમાં 29 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત પ્રતિ ટન 800 રૂપિયા રાખવામાં આવી હતી. તેમજ ડુંગળીનો છુટક ભાવ 67 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો છે પરંતુ હાલમાં બજારમાં 70થી 80 રૂપિયા કિલોના ભાવે મળે છે. આમ જોઇએ તો છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં 58 ટકાનો વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button