આમચી મુંબઈ

મુંબઈ ટ્રાફિક પોલીસે દંડ વસૂલવા માટે શરૂ કરી લોક અદાલત હવે આ રીતે કરવામાં આવશે કાર્યવાહી…

મુંબઈ: મુંબઈ ટ્રાફિક પોલીસ હવે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા લોકો પાસેથી દંડની રકમ વસૂલવા માટે લોક અદાલતની સ્થાપના કરી છે. જેના દ્વારા લગભગ 17.10 લાખ વાહન ચાલકોને ઇ-ચલાનની રકમ ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ઘણા લોકો પાસેથી 14.92 કરોડ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા છે.

અને જે લોકોને નોટીસ મોકલી છે પરંતુ તેમણે તેમનો દંડ નથી ભર્યો તે તમામ વાહન ચાલકોને શનિવારે નવ ડિસેમ્બરના રોજ લોક અદાલતમાં બોલાવવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીમાં 850 લોકોએ રૂ.28,21,300નો દંડ ભર્યો હતો. ખાસ તો જે લોકો લોક અદાલતમાં હાજર નહીં થાય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે મુંબઈ ટ્રાફિક પોલીસે 2019થી અત્યાર સુધીમાં 579.9 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે, પરંતુ 685 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે. આ રકમની વસૂલાત માટે લોક અદાલત શરૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય વિવિધ પડતર કોર્ટ કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે.


હાલના સમયમાં પેન્ડિંગ ઈ-ચલાનની રકમ સંબંધિત વિગતો મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ દ્વારા મોકલવામાં આવે છે. વાહન માલિક ઓનલાઈન દંડ ભરી શકે છે અથવા નજીકની ટ્રાફિક પોલીસ ચોકી પર જઈને પોતાનો મેસેજ બતાવીને તે આગળની કાર્યવાહી કરી શકે છે.


આ સિવાય તમે મુંબઈ પોલીસની વેબસાઈટ trafficpolicemumbai.maharashtra.gov.in, MTP એપ અને ટ્રાન્સપોર્ટ પોર્ટલની પણ મદદ લઈ શકાય છે. પરંતુ જો પોલીસ દ્વારા મોકલવામાં આવેલા મેસેજને અવગણવામાં આવશે તેમજ લોક અદાલતમાં હાજર નહી રહે તો પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button