નેશનલ

કલમ 370 પર ચુકાદો, પોલીસ સોશિયલ મીડિયા પર રાખી રહી છે ચાંપતી નજર…

અફવાઓ ફેલાવનારા લોકો સામે કરવામાં આવશે કાર્યવાહ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આજે 11 ડિસેમ્બરના રોજ કલમ 370 પર પોતાનો ચુકાદો આપવાની છે ત્યારે કોઇ અનિચ્છનીય ઘટના ના બને અને સ્થિતિ કાબૂ બહાર ના જતી રહે તે માટે ઘાટીમાં જમ્મુ-કાશ્મીર પોલીસને દરેક ખૂણે-ખૂણે પોલીસ તહેનાત કરવામાં આવી છે. તેમજ પોલીસે સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે પણ ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા બે દિવસમાં પાંચ લોકો સામે અફવાઓ અને નફરત ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં અફવા ફેલાવનાર એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ મધ્ય કાશ્મીરના બડગામ અને ગાંદરબલ જિલ્લામાં બે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને વિરુદ્ધ કથિત રીતે ઉશ્કેરણી કરનારનો કેસ નોંધ્યો હતો. પોલીસ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે.


આ ઉપરાંત ગાંદરબલ જિલ્લામાં પોલીસે આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભડકાઉ અને દેશદ્રોહી પોસ્ટ શેર કરવા બદલ અન્ય બે લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ જણાવ્યું હતું કે સફાપોરાના રહેવાસી વસીમ મુશ્તાક મલિક અને નુન્નર, ગાંદરબલના રહેવાસી આદિલ અહેમદ રાથેર સોશિયલ મીડિયા પર દ્વેષપૂર્ણ સામગ્રી ફેલાવી રહ્યા હતા આથી તે તમામની સામે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશ હેઠળ બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


પોલીસે ખાસ લોકોને સોશિયલ મીડિયાના દુરુપયોગથી સાવચેત રહેવા અપીલ કરી છે. તેમજ ઘાટીમાં એવું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે વાતાવરણને બગાડવાનો અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને ગંભીરતાથી લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button