આમચી મુંબઈ

કાંદા નિકાસ પર પ્રતિબંધ: આજે મુંબઈ-આગ્રા હાઇવે પર આંદોલન

શરદ પવાર પણ સામેલ થવાની શક્યતા

નાશિક: કેન્દ્ર સરકાર દ્વારા કાંદા (ડુંગળી)ના નિકાસ પર અચાનક પ્રતિબંધ લાદતા તેનો પ્રતિસાદ મહારાષ્ટ્રમાં પણ દેખાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા ભૂતપૂર્વ કૃષિ પ્રધાન અને એનસીપીના વડા શરદ પવાર તીવ્ર આંદોલન કરવા રસ્તા પર ઊતરવાની શક્યતા છે.

એનસીપીએ આપેલી માહિતી મુજબ કાંદા નિકાસ પર પ્રતિબંધ મૂકવા બદલ શરદ પવાર જૂથવાળી એનસીપી દ્વારા સોમવારે મુંબઈ-આગ્રા નેશનલ હાઇવે ખાતે આવેલા ચાંદવડ નજીક રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે જેમાં શરદ પવાર પણ સહભાગી થશે એવું જણાવ્યું હતું. શરદ પવાર પહેલી વખત આવા પ્રકારના આંદોલનમાં હાજર થવાના છે.

સરકારના કાંદા નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ વ્યાપારી સંગઠના દ્વારા રાજ્યના કાંદાની હરાજીને અટકાવવામાં આવી છે. કાંદા નિકાસ પર અચાનક મૂકેલા પ્રતિબંધને લીધે કાંદાના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. કાંદા પર પ્રતિબંધ મૂક્તા અનેક ખેડૂતોએ પણ કાંદા ન વેચવાનો નિર્ણય લીધો હતો. વેચાણ માટે લાવેલા કાંદાને ખેડૂતો ફરી લઈ ગયા હતા. સરકાર દ્વારા ૪૦ ટકા નિકાસ કર બાદ લઘુતમ નિકાસ મૂલ્ય ૮૦૦ ડોલર વધારતા ગયા. ચાર મહિનાથી કાંદા ઉત્પાદકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકારના આ નિર્ણયને લીધે ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે તેથી શરદ પવારે આ આંદોલનમાં સહભાગી થવાનો નિર્ણય લીધો હોવાનું એનસીપીના એક નેતાએ જણાવ્યું હતું. શુક્રવારે આ મામલે ખેડૂતોએ આંદોલન કર્યું હતું જેમાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેથી અમે આ જગ્યા આંદોલન માટે પસંદ કરી છે એવું જણાવ્યું હતું. કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ ભારતી પવારે જણાવ્યુ હતું કે આ મામલે વિરોધ વધતાં સરકાર કાંદા નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર ફેરવિચાર કરશે એવી શક્યતા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત