ધર્મતેજ
ઇશ્ર્વર જીવનના સર્વે રંગોનો સ્વામી
આચમન -અનવર વલિયાણી
જેમ પ્રત્યેક માનવના અંગૂઠાની છાપ જુદી જુદી તેવી જ રીતે પ્રત્યેક માનવની માન્યતા,
વિચાર, પસંદગી, * સ્વભાવ,
વલણનો રંગ જુદો!
- કેલિડોસ્કોપમાં બંગડીના રંગીન ટુકડાથી નવી નવી સાથિયારૂપી ભાત (ડિઝાઇન) સર્જાતી જાય તેવી જ રીતે આકાશમાં ઋતુ પ્રમાણે કિરણો તથા વાદળોના લીધે પ્રત્યેક ઘડીએ નવી નવી આભાઓ દેખાતી જાય છે.
વિશ્ર્વકર્મા ઇશ્ર્વરે આટલા બધા રંગો,
આકારો, સ્વભાવ, ભાષા,
માન્યતાઓ સર્જી અને તેમાં વિવિધ મિશ્રણોથી કુદરતી સૌંદર્યને વધુ નિખાર આપ્યો છે. અને તેથી જ જીવન મુગ્ધ થઇ જીવવા જેવું લાગે છે. - પ્રત્યેક પળે
એક એક જીવ, વૃક્ષ ફળ- ફૂલ, આકાશ વગેરેના રંગોમાં આછો બદલાવ થતો રહે છે
આ લખનારે અંગ્રેજીમાં એક વાક્ય વાંચેલ, - ‘વેરાઇટી ઇસ એ સ્પાઇસ ઓફ લાઇફ’
વિવિધતા લૂણ-મીઠાનું કામ કરે છે જીવવાની પ્રેરણા આપે છે ઇશ્ર્વર ઉંમર, દરજજા પ્રમાણે શોભે તેવી રીતે માનવના વાળમાં રંગો બદલી કરે છે. - પણ
માનવી યમરાજથી બચવા વાળને ફરી રંગ આપે છે. * જોકે, તેનાથી પણ રંગીનતા વધે છે - કાચીંડા વૃક્ષ પરની મોસમ પ્રમાણે રંગ બદલે અને માનવ
સ્વાર્થ, લોભ, ડર અને
શિકાર પ્રમાણે રંગ બદલે છે. - આ વિભાગને નિયમિત વાંચતા-બોધ ગ્રહણ કરતા વાહાલા ઇમાની (શ્રદ્ધાળુ) વાચક બિરાદરો!
જો ઇશ્ર્વરે ફકત ભગવો રંગ જ બનાવ્યો હોત તો બધા માણસો સંત જ દેખાતે.
જો બધા જ સફેદ રંગમાં હોત તો નર્સોને ઓળખવા બીજું કંઇ કરવું પડતે! - માટે જ ઇશ્ર્વરે અસંખ્ય અને અકલ્પનીય રંગોની રંગીન દુનિયા બનાવી છે.
- ભગવાન શ્રીકૃષ્ણના મુગટમાં મોરપીંછ અને મેઘધનુષ સંદેશ આપે છે કે ઇશ્ર્વર જીવનના સર્વે રંગોનો સ્વામી છે, એને
એકરંગી દુનિયા પસંદ નથી. - પ્રત્યેક્ષ વૃક્ષ અને છોડની ડાળખી કે થડ પરની (ટકસ્ચર) ભાત પણ અલગ!
સુગંધ, દુર્ગંધ, ફૂલો, પક્ષીઓ, પતંગિયા, પ્રાણી,પથ્થર, માટી, ખનિજ, ફળ, પાંદડાં અને સૂકા મેવા - વગેરે વગેરે
- બધામાં જ અસંખ્ય વિવિધતા
બોધ :
ભજનિકો, * સંતો પ્રાર્થનામાં પણ ઇશ્ર્વરને પ્રાર્થે છે કે, - ‘રંગ દે ચુનરિયા’ અને
પોતાને સ્વગત પણ કહે છે અને હાકલ કરે છે કે, ‘તું પણ રંગાઇ જાના રંગમાં!’ - એના રંગમાં જે રંગાયો ‘અનવર’
અન્ય રંગોમાં એ રંગાતો નથી
‘લે વિચારી ફર્જ તારી ના – સદા રહેવું અહીં,
છે જગત આ રંગભૂમિ ને જીવન આ ખેલ છે.’
વૃક્ષો – ફૂલો – પંખીઓ અથવા કશું પણ આંખને પત્રમાં ત્હારા હો અક્ષર એમ વંચાય જી.