રાજકારણમાં પ્રવેશ અંગે શું કહ્યું પરિણીતીએ?
મુંબઈ: બોલીવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્ય રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે લગ્ન કરી લીધા હતા. રાઘવ અને પરિણીતીની પ્રિ-વેડિંગ સેરેમની દિલ્હીના એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઈ હતી અને ત્યાર બાદ બીજી સેરેમની યોજવામાં ઉદેપુરના એક પેલેસમાં બંને લગ્નના તાંતણે બંધાયા હતા.
રાઘવ અને પરિણીતીના લગ્ન થતાં પરિણીતી ચોપરાની એક્ટિંગ કારકિર્દીને લઈને તેના ચાહકોમાં ચર્ચા શરૂ થઈ હતી, જેમાં શું પરિણીતી ફિલ્મો છોડી રાજકારણમાં પ્રવેશ કરશે? એ વાત સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ વાતનો ખુલાસો પોતે પરિણીતીએ કર્યો છે. પરિણીતીએ પોતાના સફળ લગ્નના સિક્રેટ અને ફિલ્મમાં કામ કરવાના બાબતે મોટી વાત જણાવી છે.
પરિણીતીને આ બાબતે પૂછવામાં આવેલો એક સવાલનો જવાબ સ્માઇલ આપતા કહ્યું હતું કે હું તેમને એક સફળ લગ્નનું સિક્રેટ કહું છું. હું એક અભિનેત્રી છું, તેઓ એક રાજકારણી છે. તેઓને બૉલીવૂડ બાબતે કઈ ખબર નથી અને મને રાજકારણ શે કઈ માહિતી નથી. અમારું લગ્ન જીવન ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે.
પરિણીતીએ આગળ વધારતા કહ્યું કે કામ-જીવનની વચ્ચે યોગ્ય સંતુલન બનાવી રાખવું ખુબજ જરૂરી છે. ભારતમાં લોકો ગર્વથી કહે છે કે તેઓ કામમાં ગૂંચવાયેલા હોવાને લીધે સમયસર જમતા અથવા સૂતા નથી.
હું સખત મહેનત કરવામાં વિશ્વાસ રાખું છે પણ મને મારા મિત્રોને મળવું અને વેકેશન પર જવું પણ ગમે છે. જ્યારે હું 90 વર્ષની થઈશ અને હું પાછળ વળીને જોઉ તો મને જોવો જોઈએ તેવો આનંદ મળવો જોઈએ. પરિણીતીના આ જવાબથી એ સાબિત થાય છે કે તેને રાજકારણમાં કોઈ રસ નથી અને તે ફિલ્મોમાં કામ કરવા માંગે છે.