રણબીર કપૂર સાથેના ઇન્ટિમેટ સીન્સ જોઇને તૃપ્તિ ડિમરીના માતાપિતાએ આપ્યું આ રિએક્શન
એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલ બાદ સૌથી વધારે કોઇ ચર્ચા થઇ રહી હોય તો તે છે તૃપ્તિના રોલની. એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ હાલમાં જ જણાવ્યું હતું કે તેના માતાપિતા એનિમલમાં તેની ભૂમિકા જોઇને હેરાન થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે તૃપ્તિએ ‘આવું નહોતું કરવું જોઇતું..’
એનિમલમાં તેના ઈન્ટીમેટ સીન પર તેના માતા-પિતાની પ્રતિક્રિયા વિશે વાત કરતા તૃપ્તિએ કહ્યું, “મારા માતા-પિતા થોડા આશ્ચર્યચકિત થયા હતા. તેમણે કહ્યું, ‘અમે ક્યારેય તારી ફિલ્મોમાં આવું જોયું નથી અને તે આ કર્યું.’ આ દ્રશ્ય જોયા પછી તેણે મને કહ્યું, ‘તારે આવું નહોતું કરવું જોઈતું… પણ ઠીક છે.’
તૃપ્તિએ જણાવ્યું હતું કે કઇ રીતે તેણે તેના માતા-પિતાને સમજાવ્યા, અને કહ્યું કે એક અભિનેત્રી તરીકે તેની જવાબદારી છે કે તે પોતાની ભૂમિકાને સંપૂર્ણ જવાબદારી સાથે ભજવે. તૃપ્તિએ કહ્યું, “મેં તેમને કહ્યું કે હું કંઈ ખોટું નથી કરી રહી. આ મારું કામ છે અને જ્યાં સુધી હું સુરક્ષિત અનુભવું છું ત્યાં સુધી મને તેમાં કોઈ સમસ્યા દેખાતી નથી. હું એક અભિનેત્રી છું અને મારા પાત્ર માટે હું જવાબદાર છું. વ્યક્તિએ તેની ભૂમિકા પ્રત્યે 100 ટકા પ્રામાણિક હોવું જોઈએ અને મેં તે જ કર્યું છે.”
તૃપ્તિએ એમ પણ જણાવ્યું હતું કે પોતાના રોલ વિશે વાત કરતી વખતે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ તેને દરેક સીન વિશે ડિટેલમાં જણાવ્યું હતું અને સેટ પર તે સુરક્ષિત અનુભવે તેનું પૂરતું ધ્યાન રાખ્યું હતું. તૃપ્તિએ જાણતી હતી કે આ દ્રશ્યો ભારે ચર્ચા જગાવશે, મીડિયાને તેણે જવાબ આપતા એમ કહ્યું હતું કે ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે દેરક મનુષ્યની પણ નકારાત્મક અને સ્વાર્થી બાજુ હોય છે.