ઇન્ટરનેશનલનેશનલ

વિદેશમાં સૌથી વધુ આ દેશમાં ભારતીય વિદ્યાર્થીનાં મોતઃ જાણો સરકારી રિપોર્ટ

નવી દિલ્હી: કુદરતી કારણો, અકસ્માતો અને તબીબી પરિસ્થિતિઓ સહિતના વિવિધ કારણોસર 2018 થી અત્યાર સુધીમાં વિદેશમાં 403 ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે, કેનેડામાં સૌથી વધુ 91 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને જણાવ્યું હતું કે મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, 2018 થી વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની 403 ઘટનાઓ નોંધાઈ છે.

મંત્રાલય દ્વારા સબમિટ કરવામાં આવેલા ડેટા અનુસાર, કેનેડામાં 2018 થી અત્યાર સુધીમાં 91 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે, ત્યારબાદ યુનાઇટેડ કિંગડમમાં 48, રશિયામાં 40, યુનાઇટેડ સ્ટેટ્સમાં 36, ઓસ્ટ્રેલિયામાં 35, યુક્રેનમાં 21, જર્મનીમાં 20, સાયપ્રસમાં 14, ઇટાલીમાં 10 અને ફિલિપાઇન્સમાં 10 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ નોંધાયા હતા.

વિદેશ રાજ્ય પ્રધાન મુરલીધરને જણાવ્યું હતું કે, વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાએ ભારત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે. ભારતીય મિશન અને પોસ્ટ્સ સતર્ક રહે છે અને વિદ્યાર્થીઓના વેલ્ફેર પર નજીકથી નજર રાખે છે. જો કોઈ અપ્રિય ઘટના બને તો, તે ઘટનાની યોગ્ય તપાસ થાય અને ગુનેગારોને સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે યજમાન દેશના યોગ્ય પગલાએ ધ્યાન રાખવામાં આવે છે.

સંસદમાં પ્રશ્નોના જવાબમાં ઉલ્લેખિત ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની સંખ્યામાં વધારા અંગે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે તે દેશમાં જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે.

પ્રવક્તા બાગચીએ જણાવ્યું હતું કે, મને ખબર નથી કે આ એક એવો મુદ્દો છે કે જે સરકાર સાથે ઉઠાવવા યોગ્ય છે કે નહીં, એમાંની ઘણી વ્યક્તિગત ઘટનાઓ છે. અમારા કોન્સ્યુલેટ પરિવારોનો સંપર્ક કરે છે. અમે પણ સ્થાનિક પ્રસાશન સાથે આવા મુદ્દાઓ ઉઠાવીએ છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button