મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર એક જ દિવસે બે જીવલેણ અકસ્માત, 2ના મોત, 11 ઘાયલ
છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થયો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક જ દિવસે બે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. ગઈકાલે રાતે 12 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે બે અલગ-અલગ અકસ્માતમાં બે ડ્રાઈવરના મોત થયા છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે.
ગઈકાલે એટલે કે શનિવારે રાત્રે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર એક દૂધનું ટેન્કર એક કાર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું . આ અકસ્માત રાત્રે 12 વાગ્યાની આસપાસ થયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક રહીશોની મદદથી ક્રેઈનની મદદથી ટ્રકની કેબિન તોડીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માત બાદ થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જે બાદ આજે સવારે 3 વાગ્યે મુંબઈ-પુણે એક્સપ્રેસ રૂટ પર એક ખાનગી બસમાં અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી બસ મુંબઈથી કોલ્હાપુર જઈ રહી હતી. આ અકસ્માતમાં બસ ડ્રાઇવરનું મોત થયું હતું અને 11 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને ખોપોલી અને પનવેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના આજે સવારે 3 વાગ્યે બની હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. બસમાં 15 થી 20 મુસાફરો છે. કેટલાકને બીજી બસમાં આગળ મોકલવામાં આવ્યા હતા. દરમિયાન આ અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો.