…તો મોદીએ પાકિસ્તાન સાથે સાંઠગાંઠ કરીને….: રાઉતે આપ્યું મોટું નિવેદન
મુંબઈ: શિવસેના યુબીટીના વિધાનસભ્ય સંજય રાઉતે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની ટીકા કરી હતી. દેશના પાંચ રાજયમાં થયેલી વિધાસભાની ચૂંટણીના પરિણામોને લઈને રાઉતે નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યું હતું કે જો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને જીત મળી હોત તો ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા મોદીએ પાકિસ્તાન સાથે મળીને દેશ પર બોમ્બ ફેંક્યો હોત. સંજય રાઉતના આ નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાતા બંને પક્ષો એકબીજા સામે કેવી ભૂમિકા લેશે એ જોવાનું રહેશે.
દેશના પાંચ રાજયમાં થયેલી વિધાસભાની ચૂંટણીના પરિણામોને લઈને સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યું હતું કે આ ચૂંટણીના પરિણામો વિપક્ષી ગઠબંધનને આગામી ચૂંટણીમાં વધુ મહેનત કરવા સક્ષમ બનાવશે. જો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને જીત મળી હોત તો ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા મોદીએ પાકિસ્તાન સાથે મિલીભગત કરીને દેશ પર બોમ્બ ફેંક્યો હોત, જેથી એક પુલવામાં જેવા હુમલાનું પુનરાવર્તન થયું હોત.
જમ્મુ અને કાશ્મીરમાં હિંસા માટે પાકિસ્તાનનો હાથ હતો અને દેશ સંકટમાં છે આવું કહી દેશભક્તિના નામે ભાજપે મતો માંગ્યા હતા. ભાજપે શહીદ થયેલા જવાનોની શબપેટીઓને નમન કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને એમ પુરવાર કર્યું હોત કે આપણા જેવું કોઈ નથી, એમ રાઉતે જણાવ્યું હતું.
પ્રકાશ આંબેડકરે વારંવાર જણાવે છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા દેશમાં અનેક જગ્યાએ હિંસા ફેલાવવામાં આવશે. ભાજપને ત્રણ રાજ્યમાં મળેલા વિજયને કારણે તેઓ ૨૦૨૪માં પણ જીતશે એવા ભ્રમમાં છે, જે દેશ માટે સારી બાબત છે, એમ કહીને રાઉતે ભાજપની આકરી ટીકા કરી હતી.
એમપીમાં કોંગ્રેસની થયેલી હારનું પણ કારણ જણાવ્યુ હતું. રાઉતે કહ્યું હતું કે એમપીમાં કોંગ્રેસના કમલનાથ ભાજપના જીતનું કારણ બન્યા છે. જો કમલનાથે પણ ભાજપના શિવરાજ સિંહ ચૌહાણ જેમ પંદર-પંદર સભા લઈ પ્રચાર કર્યા હોત તો કોંગ્રેસને જીત મળી હોત. નરેન્દ્ર મોદી અને ભાજપના ગુણગાન ગાતા લોકો જો ગાંધી પરિવારના નજીક હશે તો તે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે જોખમી સાબિત થશે એવું સ્પષ્ટ વિધાન રાઉતે કર્યું હતું