રેલ્વે પ્લેટફોર્મ પર સાઈકલ ચલાવનાર વ્યક્તિએ કર્યા એવા સ્ટંટ કે….
આજની આ સોશિયલ મીડિયા વાળી દુનિયામાં દરેકને ફેમસ થવાનો ચસકો લાગ્યો છે. બીજાનું ધય્ન પોતાની તરફ ખેંચવા માટે લોકો નવા નવા ગતકડા કરતા હોય છે. જો કે ઘણા લોકો એવા હોય છે જેમની અંદર ખરેખર ટેલેન્ટ હોય છે.
દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જેઓ તેમના અદ્ભુત સ્ટંટથી લોકોના દિલ જીતી લે છે. આવો જ એક અદ્ભુત સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક સાઇકલ સવાર વ્યક્તિ રેલ્વે પ્લેટફોર્મ પર એક્રોબેટિક્સ કરતો જોવા મળે છે, તેની આ પ્રતિભા જોઇને ત્યાં હાજર લોકો પણ ખુશ થઇ જાય છે.
વીડિયોમાં એક વ્યક્તિ રેલ્વે પ્લેટફોર્મ પર સાઈકલ ચલાવતો જોવા મળે છે, પરંતુ બીજી જ ક્ષણે તેણે સાઈકલ પર સૌથી વધુ એક્રોબેટિક ટ્રીક કરે છે. જેને જોઈને કોઇપણ તરત વિશ્ર્વાસ ના કરી શકે. વીડિયોમાં વ્યક્તિ સાઈકલને એવી રીતે ઘુમાવી રહ્યો છે કે જાણે કોઈ બાળક રમકડા સાથે રમી રહ્યું હોય. આ વીડિયોમાં કેપ્શનમાં ખાસ લખવામાં આવ્યું છે. કે આનો અંત ચોક્કસપણે જુઓ.
ચાર દિવસ પહેલા શેર કરવામાં આવેલ આ વીડિયોને એક કરોડથી વધુ લોકોએ લાઈક કર્યો છે. તેમજ લોકોએ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું હતું કે આ વ્યક્તિની પ્રતિભાને સલામ. અન્ય એક યુઝરે લખ્યું હતું કે ઘણીવાર સાચું ટેલેન્ટ રસ્તા પર જ જોવા મળે છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે ખૂબ જ અદભૂત સ્ટંટ છે.