આમચી મુંબઈ

ચેઇન પુલિંગ કરનારા 793 મુસાફરોને દંડ: 118 ટ્રેનોને લેટમાર્ક

મુંબઇ: મુસાફરી દરમીયાન જો કોઇ ઇમરજન્સી કે સંકટ આવે ત્યારે મદદ માટે સંકટ સમયની સાંકળી (ચેઇન પુલિંગ) ખેંચવામાં આવે છે જોકે હવે જરુર ના હોય તો પણ ચેઇન પુલિંગ વારંવાર થતું હોવાની વિગતો જાણવા મળી છે. મધ્ય રેલવે લાઇન પર એપ્રિલથી નવેમ્બર 2023 આ સમયગાળા દરમીયાન 793 લોકોએ કારણ વગર ચેઇન પુલિંગ કર્યુ હતું. આ બધા પાસેથી મળીને કુલ 2 લાખ 72 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. મુંબઇ વિભાગના કલ્યાણ, દાદર, થાણે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ અને આંબિવલી-ટિટવાળામાં ચેઇન પુલિંગની ઘટનાઓ વારંવાર થતી હોય છે.

એપ્રિલ થી નવેમ્બર 2023 આ સમોનયગાળા દરમીયાન મધ્ય રેલવે લાઇન પર કારણ વગર ચેઇન પુલિંગ કરવાને કારણે કુલ 1075 ટ્રેનો મોડી દોડી હતી. જેમાં મુબંઇ વિભાગની 344 મેલ\એક્સપ્રેસ ટ્રેન, ભુસાવળ વિભાગની 355 ટ્રેન, નાગપૂર વિભાગની 241 ટ્રેન, પુણે વિભાગની 96 ટ્રેન અને સોલાપૂર વિભાગની 39 ટ્રેનોનો સમાવેશ છે. જેમાં 793 લોકો સામે કારણવગર સંકટ સમયની સાંકળી ખેંચવા બદ્દલ ગુનો નોંધવામાં આવ્યો છે. ચેઇન પુલિંગની ઘટનાઓને કારણે મધ્ય કેલવે પર મેલ\એક્સપ્રેસ ટ્રેનોની એક્યુરસીમાં 8.29 ટકા જેટલો પરિણામ થયો છે.


માત્ર નવેમ્બર મહિનાની વાત કરીએ તો મધ્ય રેલવે લાઇન પર ચેઇન પુલિંગને કારણે કુલ 198 ટ્રેનો લેટ દોડી હતી. આ ટ્રેનોની એક્યુરસીમાં લગભગ 10 મીનીટનો ફરક પડી ગયો હતો. મુંબઇ વિભાગમાં 73 મેલ\એક્સપ્રેસ, ભુસાવળ વિભાગમાં 53, નાગપૂર વિભાગમાં 34, પુણે વિભાગમાં 30 અને સોલાપૂર વિભાગમનાં 8 ટ્રેનોનો સમાવેશ છે.


મુંબઇ ઉપનગરમાં ચેઇન પુલિંગને કારણે રોજ 12 ઉપનગરીય ટ્રેનોને મોડું થાય છે. જેનો એક્યુરસી ટાઇમનું નુકસાન 16.50 ટકા જેટલું હતું. પનવેલ-ગોરખપુર એક્સપ્રેસ, લોકમાન્ય તિલક ટર્મિનસ-ગોરખપૂર એક્સપ્રેસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-હાવડા મેલ (અલાહબાદ માર્ગે), છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-હાવડા મેલ આ ટ્રેનોને સૌથી વધારે નૂકસાન ચેઇન પુલિંગને કારણે થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button