આમચી મુંબઈ

સુધરાઈનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં રેબિઝમુક્ત મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈને ‘૨૦૩૦’ સુધીમાં ‘રેબિઝમુક્ત’ કરવાનું મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી છેે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ તેમ જ મત્સ્યપાલન અને પશુસંવર્ધન વિભાગે સંયુક્ત રીતે ૨૦૨૩ સુધી રખડતાં પ્રાણીઓ ખાસ કરીને શ્ર્વાનથી થનારા રેબિઝ રોગ (હડકવા)ના નિર્મૂલન માટે નેશનલ એક્શન પ્લાન નક્કી કર્યો છે, જે હેઠળ મુંબઈ મહાનગર પાલિકા ‘રેબિઝમુક્ત મુંબઈ’ કરવા દર વર્ષે મુંબઈમાં એક લાખ રખડતા શ્ર્વાનનું રેબિઝ રસીકરણ કરવાની છે.

થોડા સમય અગાઉ જ પાલિકાએ મુંબઈના રખડતાં પ્રાણીઓનું રસીકરણ તેમ જ ‘રેબિઝમુક્ત મુંબઈ ’ કરવા માટે ઝુંબેશ હાથ ધરી હતી, જે
હેઠળ કુલ ૧૪,૧૯૧ રખડતાં પ્રાણીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં ૯,૪૯૩ શ્ર્વાન અને ૪,૬૯૮ બિલાડીઓનો સમાવેશ થાય છે. મુખ્યત્વે દહીસર, બોરિવલી, કાંદિવલી, મલાડ, પવઈ, કાંજૂરમાર્ગ, ભાંડુપ, નાહૂર અને મુલુંડ આ ગીચ લોકવસતી ધરાવતા પરિસરમાં આ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ તેમ જ મત્સ્યપાલન અને પશુસંવર્ધન વિભાગે સંયુક્ત રીતે ૨૦૨૩ સુધી રખડતાં પ્રાણીઓ ખાસ કરીને શ્ર્વાનથી થનારા રેબિઝ રોગના નિર્મૂલન માટે નેશનલ એક્શન પ્લાન નક્કી કર્યો છે, જે હેઠળ પાલિકાએ ‘રેબિઝમુક્ત મુંબઈ’ કરવાના ઈરાદે મિશન રેબિસ તેમ જ વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસેસ સંસ્થા સાથે કરાર કર્યા છે. આ ઉપક્રમ માટે બંને સંસ્થા નિ:શુલ્ક સેવા આપવાની છે.

રખડતાં પ્રાણીઓને રેબિઝ રોગ થાય નહીં તેમ જ તેમનાથી નાગરિકોને ત્રાસ થાય નહીં તે માટે તેમને રેબિઝની વૅક્સિન આપવાની આવશ્યકતા છે. રખડતાં પ્રાણીઓનું રસીકરણ પ્રભાવી રીતે મુંબઈમાં અમલમાં આવે તે માટે પાલિકા અને મિશન રેબિઝ સંસ્થા તરફથી કર્મચારીઓને સોમવાર ૧૧ ડિસેમ્બરથી બુધવાર, ૧૩ ડિેમ્બર, ૨૦૨૩ દરમિયાન ગોવંડીમાં દેવનાર કતલખાનામાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રેબિઝ નિયંત્રણમાં લાવવાની સાથે જ શ્ર્વાન પકડવા, પ્રાણી કલ્યાણ કાયદા, શ્ર્વાનનું સામૂહિક રસીકરણ પોલિસી વગેરે પર નિષ્ણાતો માર્ગદર્શન આપવાના છે.

બોક્સ

પાળેલા પ્રાણીનું રસીકરણ કરાવો
મુંબઈના નાગરિકોને તેમનાં પાળેલાં શ્ર્વાનને રેબિઝ પ્રતિબંધક રસીકરણ કરાવી લેવાની અપીલ પાલિકાએ કરી છે. તેમ જ પાળેલાં શ્ર્વાનની નોંધણી કરાવી ન હોય તો પાલિકાની વેબસાઈટ વિિંાંત://ાજ્ઞિફિંહ.ળભલળ.લજ્ઞદ.શક્ષ પર જઈને નોંધણી કરાવીને શ્ર્વાનનું લાઈસન્સ લેવાની અપીલ પણ પાલિકાએ
કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે