ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
સિનેમામાં અંગના પ્રકાર

ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળની પ્રશંસા કરે છે, ગાલની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા કરે છે વગેરે વગેરે.. આનો અર્થ એવો કરી શકાય કે નાયિકાના અંગોની પ્રશંસા કર્યા વગર તેની પ્રશંસા કરવાનું શક્ય નથી. કેટલાંક અંગોની પ્રશંસા વારંવાર કરવામાં આવી છે તો કેટલાંક અંગો પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી છે. ફિલ્મોનાં ગીતો અને સંવાદોમાં જે રીતે અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે તેની જાણકારી આપણે હવે પછીના ભાગોમાં મેળવીશું.

કમર
અમારા જૂના નાયકોને એવી ગેરસમજ પ્રવર્તી રહી હતી કે નાયિકાની કમર નાજુક હોય છે, આથી તે પહેલાં કાયમ ગીતોમાં એવી સલાહ આપતા રહેતા હતા કે નાયિકા ધીરે-ધીરે ચાલે, તેની કમર ક્યાંક લચકી ન જાય. પછી નાયિકાએ પણ પોતાના નાચ અને ઠુમકા લગાવતી વખતે નાયકની આ ગેરસમજને જાળવી રાખી કે તેની કમર ખરેખર નાજુક છે.
બીજી તરફ આજની આપણી નાયિકાઓએ નાચની સાથે ઠુમકાની જગ્યા પર જ્યારે ઝટકા દેખાડવાનું ચાલુ કર્યું તો ખબર પડવા લાગી કે પુરુષ કેટલો સ્વાર્થી અને જુઠો છે. તેણે કાયમ મહિલાને કમજોર સમજી અને તેની કમરને પણ કમજોર ધારી લીધી હતી. નાયકની નજરમાં નાયિકાની કમર કમજોર હોય કે પછી નાજુક હોય, પરંતુ ફિલ્મ ઉદ્યોગનું પચાસ ટકા વજન એ કમર પર જ ટકી રહ્યું છે. ફિલ્મમાં નાયિકાનો સુંદર ઠુમકો ક્યારેક-ક્યારેક આખી ફિલ્મની નાવડીને પાર ઉતારી દેતો હોય છે. માધુરી દિક્ષીતના એક ઠુમકાએ તો એમ. એફ. હુસેન સાહેબને ૧૦૦થી વધુ વખત થિયેટર સુધી દોડાવ્યા હતા. આથી નાયકને નિવેદન કરવામાં આવી રહ્યું છે કે તે નાયિકાઓની કમરને કમજોર સમજવાની નાદાની ન કરે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…