ડીપનેક અને સ્ટ્રેપી ગાઉન પહેરીને ઈન્ટનેટનો પારો વધાર્યો આ એક્ટ્રેસે…
ઈશા ગુપ્તા… ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે જે પોતાના કામ કરતાં પોતાના ગ્લેમરસ લૂકને કારણે અંદાજ માટે વધારે જાણીતી છે અને બી-ટાઉનની ગ્લેમરસ એક્ટ્રેસ ઈશા ગુપ્તાના ફોટોએ ઈન્ટરનેટનો પારો ઉંચે ચઢાવી દીધો છે અને હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો પોસ્ટ કર્યા છે. આ ફોટોશૂટમાં ઈશાએ કેમેરા સામે એવા એવા પોઝ આપ્યા છે કે નહીં પૂછો વાત… આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ તેના ફોટોના દિવાના થઈ ગયા છે.
લેટેસ્ટ ફોટોશૂટના ફોટોની વાત કરીએ તો ઈશા ગુપ્તાએ આ ફોટોશૂટ વખતે સ્કાય બ્લ્યુ કલરનો ગાઉન પહેર્યો છે અને આ ગાઉન ઉપરથીસ્ટ્રેપી અને ડિપનેક છે. આ હોટ એન્ડ ગ્લેમરસ ગાઉન પહેરીને ઈશાએ એકથી ચઢિયાતા એક કિલર પોઝ આપ્યા છે. આ ગાઉન પર શિમરી દોરાથી નેટની જાળી બનાવવામાં આવી છે, જે આ ગાઉનને વધુ અટ્રેક્ટિવ બનાવી રહ્યો છે. આ ગાઉનની સાથે ઈશાએ એકદમ શટલ મેકઅપ કર્યો છે.
ગાઉનનો ડીપ નેક ઈશાના લૂકને વધુ ગ્લેમરસ બનાવે છે અને આ લૂકને કમ્પ્લિટ કરવા માટે ઈશાએ હાઈ હિલ્સ પહેર્યા છે. ડાર્ક કલરની લિપસ્ટિક ઈશાના ચહેરાની સુંદરતમાં ચાર ચાંદ લગાવી રહી છે. ઈશાએ ક્યારેક નીચે બેસીને તે ક્યારેક ઊભી રહીને કાતિલાના પોઝ આપ્યા છે. એક્ટ્રેસના ચહેરા પર એટલા કાતિલાના એક્સપ્રેશન છે કે તે જેણે ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે.
આ ફોટો ઈશાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે અને ફેન્સ આ ફોટો પર કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ફિલ્મો કરતાં પોતાના ફોટો અને લૂક્સને કારણે લાઈમલાઈટ ચોરી લે છે.