નેશનલ

આઈટી મંત્રાલયે અધધધ કહી શકાય તેટલા URL બ્લોક કર્યા તેમાં એક્સ(ટ્વિટર) સૌથી પહેલા નંબરે…

નવી દિલ્હી: આઠ ડિસેમ્બરના રોજ સંસદમાં CPIના સાંસદ જોન બ્રિટાસના પ્રશ્ન બાદ કેન્દ્રીય રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે લેખિતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે IT મંત્રાલયે જાન્યુઆરી 2018 અને ઑક્ટોબર 2023 વચ્ચે 69A હેઠળ 36,838 URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર) બ્લૉક કર્યા છે. તેમજ અત્યાર સુધીમાં 69 મહિનામાં એક્સના ઘણા બધા URL બ્લોક કરવામાં આવ્યા છે.

મંત્રાલયે માહિતી આપી હતી કે વર્ષ 2018માં 2799 URL બ્લોક કરવામાં આવ્યા હતા. તેમજ 2023ના ઓક્ટોબર સુધીમાં 7502 URL ને બ્લોક કરવામાં આવ્યા હતા અને 2020 માં મહત્તમ 9849 URLને બ્લોક કરવામાં આવ્યા હતા. વર્ષ 2021માં 6118 URL બ્લોક કરવામાં આવ્યા હતા. IT સેક્શનની કલમ 69A હેઠળ તેમજ IT સેક્રેટરીની ભલામણ પર કોઈપણ મધ્યસ્થી એજન્સીને બ્લોક કરવાનો આદેશ જારી કરી શકાય છે. આ ઉપરાંત ભારતની અખંડિતતા, ભારતના સંરક્ષણ, રાજ્યની સુરક્ષા, વિદેશી દેશો સાથેની મિત્રતા, કોઈપણ અજ્ઞાત અપરાધ કરવા માટે ઉશ્કેરવામાં આવતા જોખમને રોકવા માટે URLને બ્લોક કરવાનો અધિકાર કેન્દ્ર પાસે છે.

જૂન 2022માં એક RTIના જવાબમાં IT મંત્રાલયે તે સમયે 6096 URL બ્લોક કર્યા હતા. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2022માં કુલ 6935 URL બ્લોક કરવામાં આવ્યા હતા. મંત્રાલય દ્વારા બ્લૉક કરાયેલ URLમાં કોપીરાઇટ અથવા બદનક્ષી જેવો કોઈ ડેટા નથી જેના માટે કોર્ટનો આદેશની કોઇ જરૂર હોતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button