ગોરેગામમાં ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ (પશ્ચિમ)માં ગ્રાઉન્ડ પ્લસ છ માળના અસ્મિ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં શનિવારે સવારે આગ ફાટી નીકળી હતી. સદ્સનીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગોરેગામ (પશ્ચિમ)માં મૃણાલતાઈ ગોરે બ્રિજ નજીક ગ્રાઉન્ડ પ્લસ છ માળનું અસ્મિ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ આવેલું છે. શનિવારે સવારના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના ચોથા માળા પર આવેલા ગાલા નંબર ૪૨૫માં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક માહિતી મુજબ જે ગાળા બંધ હતા તેમાં આગ લાગી હતી.
આગની જાણ થતા જ ફાયરબ્રિગેડના સાત ફાયર એન્જિન અને બે જંબો ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્સનીબે કોઈના જખમી થવાનો બનાવ નોંધાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.