આમચી મુંબઈમહારાષ્ટ્ર

નાગપુર-મુંબઈ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં 142 લોકોએ જીવ ગુમાવ્યા

મહારાષ્ટ્રના પ્રધાને આપી માહિતી

મુંબઇઃ મહારાષ્ટ્રના જાહેર બાંધકામ મંત્રી દાદા ભુસેએ શુક્રવારે અહીં રાજ્ય વિધાન પરિષદમાં એક દરખાસ્તના જવાબમાં જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન બાદ નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 142 લોકોના મોત થયા છે.

નાગપુર અને શિરડીને જોડતા રોડનો પ્રથમ 520 કિમી લાંબો તબક્કો ડિસેમ્બર 2022માં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દાદા ભુસેએ ગૃહને જણાવ્યું હતું કે એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ ઓછામાં ઓછા 73 મોટા અકસ્માતો થયા છે અને 142 લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું હતું કે 14 ઓક્ટોબરે એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. આ પહેલા 1 જુલાઈના રોજ એક ખાનગી સ્લીપર બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ લાગતા 25 મુસાફરો દાઝી ગયા હતા.

દાદા ભુસેએ એમ પણ જણાવ્યું હતું કે સમૃદ્ધિ મહામાર્ગની બંને બાજુઓ પર અવરોધ નિર્માણનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને પેટ્રોલ પંપ, ભોજનાલય અને શૌચાલય સહિતની સુવિધાઓ સાથેના 16 ‘સ્ટેશન પોઈન્ટ’ આગામી ચાર મહિનામાં બનાવવામાં આવશે.


નોંધનીય છે કે કેન્દ્રીય માર્ગ અને પરિવહનમંત્રાલયનો હવાલો સંભાળતા કેબિનેટ પ્રધાન નીતિન ગડકરીએ અનેક વખત માર્ગ અકસ્માતો પર દુઃખ વ્યક્ત કર્યું છે. 7 ડિસેમ્બરે લોકસભામાં માર્ગ અકસ્માતો અંગે તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે આપણા દેશમાં માર્ગ અકસ્માતોને રોકી શક્યા નથી.


એક તરફ એક્સપ્રેસ વે પર કેટલાક લોકો સ્પીડ લિમિટ વધારવાની માંગ કરે છે અને આ સંબંધમાં કાયદામાં છૂટછાટ આપવા વિનંતી કરે છે, તો કેટલાક લોકો સ્પીડ લિમિટ ઘટાડવાનો પ્રસ્તાવ મૂકે છે. તેમણે કહ્યું હતું કે 2021માં 4,12,432 માર્ગ અકસ્માતો થયા હતા, જ્યારે 2022માં 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા. વર્ષ 2021માં માર્ગ અકસ્માતમાં 1,53,972 લોકોના મોત થયા હતા અને 2022માં 1,68,491 લોકોના મોત થયા હતા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button