આપણું ગુજરાત

રાજકોટની ભાગોળે વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો: તપાસનો ધમધમાટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદથી રાજકોટ તરફ જઇ રહેલી વંદે ભારત ટ્રેન પર રાજકોટની ભાગોળે પથ્થરમારો થતા સનસનાટી મચી જવા પામી છે. આ મામલે રેલવે પોલીસ તથા રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ ટ્રેનમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુસાફરી કરી રહ્યા હતાં
વંદે ભારત ટ્રેન અમદાવાદથી ઉપડીને ગુરુવારની મોડી સાંજે રાજકોટ તરફ જઇ રહી હતી ત્યારે ટ્રેનના સી-૪ અને સી-૫ કોચ પર બીલેશ્ર્વર નજીક પથ્થરમારો કર્યો હતો.શહેરના મોરબી રોડ ઉપર રેલવે ટ્રેક આસપાસ આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા કેટલાક શખ્સોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

ચોંકાવનારી બાબત એ હતી કે જે કોચમાં ગૃહ રાજ્ય પ્રધાન બેઠા હતાં તે કોચ ઉપર પથ્થરમારો થતા રેલવે પોલીસ સહિત સમગ્ર તંત્ર દોડતુ થઇ ગયું હતું. જો કે, રેલવેના અધિકારીઓ આ ઘટનાને ટીખળખોરોનું કૃત્ય ગણાવી રહ્યાં છે.

વંદે ભારત ટ્રેન ગુરુવારની રાત્રે ૯ વાગ્યે રાજકોટ પહોંચી તે પૂર્વે રાજકોટની ભાગોળે રાજકોટ અને વાંકાનેર વચ્ચે વંદે ભારત ટ્રેન ઉપર બે પથ્થર ફેંકવામાં આવ્યા હતાં. જેના પગલે ટ્રેનના કાચમાં નુકસાન થયું હતું. જો કે, આ ઘટનામાં કોઈ ગંભીર નુકસાન થયું નથી અને ટ્રેન પણ રોકાયા વગર રાજકોટ સ્ટેશને પહોંચી ગઈ હતી.

આ ટ્રેન રોજ જામનગર-અમદાવાદ વચ્ચે દોડે છે. હર્ષ સંઘવીએ પોતે વંદે ભારત ટ્રેનમાં રાજકોટ જઈ રહ્યાની સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી હતી. સાંજે ૬.૧૦ કલાકે ઈ-૧ કોચમાં બેસી રાત્રે ૯ વાગ્યે રાજકોટ પહોંચ્યા હતાં. આમ આ ટ્રેનમાં ઈ-૧ કોચમાં ગૃહ રાજ્ય પ્રધાન બેઠા હોવાની અગાઉથી જાણ હોવા છતાં ટ્રેન ઉપર રાજકોટની ભાગોળે ટ્રેન ઉપર પથ્થરમારો થતા સમગ્ર તંત્ર હાંફળું ફાંફળું થઈ ગયું છે. તાબડતોબ આ ઘટનાની તપાસ રેલવે પોલીસ તથા રેલવે પ્રોટેકશન ફોર્સને સોંપવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ રાત્રે જ મોરબી રોડ ઉપર રેલવે ટ્રેક પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં દોડી ગયા હતાં. પથ્થરમારો કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. આ અંગે રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જાણી જોઈને કરવામાં નથી આવેલું પરંતુ રેલવે ટ્રેક નજીક રમતા બાળકો દ્વારા રમત-રમતમાં ભૂલથી ફેંકાયેલો પથ્થર છે કોઈ ગંભીર બનાવ નથી છતાં પણ તપાસ સોંપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…