નેશનલ

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ડુંગળીની વધતી માગ અને વધતા ભાવને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. હાલમાં આ પ્રતિબંધ આવતા વર્ષના માર્ચ મહિના સુધી લગાવવામાં આવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ઉૠઋઝ) દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જોકે, (ઉૠઋઝ) ના નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક દેશોમાં માંગના આધારે કેન્દ્ર સરકારની પરવાનગીથી ડુંગળીની નિકાસ કરી શકાશે. ડુંગળીના શિપમેન્ટ, જેનું લોડિંગ આ સૂચના જાહેર થયા પહેલા શરૂ થઇ ગયું હોય તેને નિકાસ કરવાની મંજૂરી છે.

વધુમાં જણાવાવમાં આવ્યું કે, જો શિપિંગ બિલ ફાઇલ કરવામાં આવ્યું છે અને ડુંગળીના લોડિંગ માટે ભારતીય બંદરોમાં જહાજો પહેલેથી જ બુક કરવામાં આવ્યા છે, આ સૂચના પહેલાં તેમના રોટેશન નંબરની ફાળવણી કરવામાં આવી છે, એવા શિપમેન્ટને નિકાસ માટે પણ મંજૂરી આપવામાં આવશે.

હાલમાં દેશમાં ૬૦ રૂપિયા પ્રતિ કિલોના રિટેલ ભાવે ડુંગળી વેચાઈ રહી છે. ઑગસ્ટમાં સરકારે ડુંગળીની નિકાસ ઘટાડવા માટે તેના પર ૪૦ ટકા નિકાસ જકાત લાદી હતી. આ ઓર્ડર ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધીનો હતો. જો કે, કેન્દ્ર સરકારે ડુંગળીની ‘બેંગલોર રોઝ’ જાતને નિકાસ જકાતમાંથી મુક્તિ આપી હતી. આ ડુંગળી બેંગ્લોર અને કર્ણાટક પ્રદેશની આસપાસ ઉગાડવામાં આવે છે અને તેને ૨૦૧૫ માં ૠઈં ટેગ મળ્યો હતો.

કિંમતોને અંકુશમાં રાખવા માટે સરકારે અગાઉ અનેક પગલાં લીધાં હતા. સરકારે આ વર્ષે ૨૮ ઓક્ટોબરના રોજ ૩૧ ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિ ટન ઞજઉ ૮૦૦ ની લઘુત્તમ નિકાસ કિંમત (ખઊઙ) ની મર્યદા લાદી હતી. સરકારે ૩૧ ડિસેમ્બર સુધી ડુંગળી પર ૪૦ ટકા નિકાસ જકાત પણ લાદી હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલથી ૪ ઓગસ્ટની વચ્ચે દેશમાંથી ૯.૭૫ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી, મૂલ્યની દ્રષ્ટિએ ટોચના ત્રણ આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, મલેશિયા અને ઞઅઊ હતા. ચાલુ ખરીફ સિઝનમાં ડુંગળીના કવરેજમાં વિલંબના અહેવાલો વચ્ચે ડુંગળીના ભાવમાં વધારો થવા લાગ્યો છે. ડુંગળી રાજકીય રીતે પણ સંવેદનશીલ કોમોડિટી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન