નેશનલ

બુલેટ ટ્રેન ૨૦૨૬ના અંતમાં શરૂ થશે

નવી મુંબઈના ઍરપોર્ટનો ૨૦૨૪માં પ્રારંભ

નવી દિલ્હી: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાના પ્રથમ તબક્કાનું કામ વર્ષ ૨૦૨૬ના અંતમાં કે પછી વર્ષ ૨૦૨૭ના આરંભમાં શરૂ થશે.

નવી મુંબઈ ઍરપોર્ટ અને ઉત્તર પ્રદેશસ્થિત જેવાર ઍરપોર્ટ વર્ષ ૨૦૨૪માં શરૂ થશે. અયોધ્યામાં નિર્માણાધિન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ ઍરપોર્ટના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થઈ જશે, એમ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું.

સરકારની પ્રાથમિકતામાં ઍરપોર્ટ કેન્દ્રસ્થાને છે, એમ તેમણે કહ્યું હતું.

બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો ત્રણ વર્ષમાં શરૂ થઈ
જવાની શક્યતા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ કાર્ય પર અમારું ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત છે.

દેશમાં માળખાકીય સુવિધાઓના એકંદરે વિકાસ અંગેની પરિષદને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ઍરપોર્ટનો સંબંધ છે ત્યાં સુધી એ માટે અમારી રૂ. ૯૫,૦૦૦ કરોડની યોજના છે જેમાં પચીસ ટકા યોગદાન સરકારનું અને ૭૫ ટકા યોગદાન ખાનગી કંપનીઓનું હશે.

અયોધ્યા ઍરપોર્ટ અંગે પુછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે હું દૈનિક ધોરણે તેના કામની પ્રગતિ પર ધ્યાન રાખી રહ્યો છું.

એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ઍરપોર્ટના કામમાં દૈનિક ધોરણે થતી પ્રગતિની વિગતો અપડેટ કરવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.

આ મહિનાના અંત સુધીમાં અયોધ્યા ઍરપોર્ટ તૈયાર થઈ જશે અને જ્યારે તેનું કામ પૂરું થઈ જશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે, એમ તેમણે કહ્યું હતું.

દેશ સ્વતંત્ર થયા બાદના ૬૫ વર્ષમાં માત્ર ૬૫ જ ઍરપોર્ટ બાંધવામાં આવ્યા હતા.

જોકે વર્ષ ૨૦૧૪ બાદ દેશમાં નવા વધુ ૭૫ ઍરપોર્ટ અને હૅલિપેડનો ઉમેરો થતા કુલ સંખ્યા વધીને ૧૪૯ થઈ ગઈ હોવાનું તેમણે કહ્યું હતું.

રેલવે ક્ષેત્ર અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪ બાદ રેલવેમાં નવી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનનો ઉમેરો થયો છે. વંદે ભારત ટ્રેન માત્ર બાવન જ સેક્ધડમાં ૧૦૦ કિ.મી.ની ઝડપ પકડી લે છે. (એજન્સી)

બુલેટ ટ્રેનનું અમદાવાદમાં સ્ટેશન તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટેનો હાઈ સ્પીડ રેલ કોરિડોર નિર્માણ પામી રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે.

રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવ દ્વારા ગુરૂવારે અમદાવાદમાં તૈયાર થયેલા આ પ્રોજેક્ટના પ્રથમ રેલવે ટર્મિનલનો વીડિયો શેર કર્યો હતો. અમદાવાદમાં તૈયાર થયેલા આ આધુનિક સ્ટેશનમાં આધુનિકતાની સાથે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં ઝલક જોવા મળે છે.

સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબની ખાસયિતોની વાત કરવામાં આવે તો તેમાં તેને બે વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક વિભાગ ઑફિસો અને કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે છે, જ્યારે બીજો વિભાગ મુસાફરો માટે રિટેલ આઉટલેટ માટે છે. આ સ્ટેશન અન્ય ત્રણ પરિવહન વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યું છે જેમાં સાબરમતી (મીટરગેજ) રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશનના કોન્કોર્સ અને બીઆરટીએસ સ્ટેન્ડ અને સાબરમતી બ્રોડ ગેજ રેલવે સ્ટેશન સાથે
જોડવામાં આવ્યું છે, જેથી મુસાફરોને કોઇપણ પ્રકારની ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા ઊભી થશે નહીં.

હબ બિલ્ડિંગ સુધી સરળતાથી પહોંચવા માટે ખાનગી વાહન, ટૅક્સી, બસ, ઑટો, ટૂવ્હિલર માટે પૂરતા પાર્કિંગની વ્યવસ્થા સાથે પિકઅપ અને ડ્રોપ ઑફ બનાવવામાં આવ્યા છે. મુસાફરો માટે એક કોનકોર્સ ફ્લોર છે. જેમાં વેઇટિંગ રૂમ, દુકાનો અને રેસ્ટોરાં જેવી સુવિધાઓ છે. કોનકોર્સના ફ્લોર પર બિલ્ડિંગ બ્લોક્સમાં ઇન્ટરકનેક્ટિંગ ટેરેસ સાથે બે અલગ-અલગ બ્લોક એ અને બીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. બ્લોક એમાં ફ્યૂચરના વર્કિંગ પ્લેસ માટે ૬ માળ છે. ૪ માળ વાળા બ્લોક બીમાં રૂમો, બેંકેટ હોલ, ગેધરિંગ હોલ, સ્વિમિંગ પૂલ, રેસ્ટૉરાં સહિતની હોટલની સુવિધા છે.
સાબરમતીના ઇતિહાસના સન્માનમાં બિલ્ડિંગના દક્ષિણ ભાગમાં પ્રસિદ્ધ દાંડી માર્ચ આંદોલનને નિહાળવા માટે એક મોટું સ્ટેનલેસ સ્ટીલનું મ્યૂરલ બનાવવામાં આવ્યું છે.

હબને વિભિન્ન ગ્રીન બિલ્ડિંગ સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં છતો પર સૌર પેનલ, લેંડસ્કેપ ટેરેસ અને ગાર્ડન, વોચર ફિક્સચર, એર કન્ડિશનિંગ અને લાઇટ ફિક્સચર સામેલ છે. બિલ્ડિંગના મોટાભાગમાં કુદરતી પ્રકાશ અને આસપાસના દૃશ્ય જોવા મળે છે.

સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબનું નિર્માણ બે પ્રતિષ્ઠિત ટાવરને જોડીને એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય માળખા તરીકે કરવામાં આવ્યું છે, જેનો કુલ વિસ્તાર ૩ ટકા છે. ૬ હેક્ટર અને ૫,૭૯,૯૮૦ ચોરસ ફૂટનો સુપર બિલ્ટ-અપ વિસ્તાર. ૧૩૦૦ વાહનોને પાર્ક કરવા માટે રચાયેલ ૧૩૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલી અત્યાધુનિક સ્વચાલિત પાર્કિંગ સુવિધા છે.

૬૦,૬૮૭ ચોરસ ફૂટનો વિશાળ લેન્ડસ્કેપ વિસ્તાર તેની સુંદરતામાં વધારો કરે છે, જેમાં સુંદર પગથિયાંવાળા બગીચાના સ્વરૂપમાં ગોઠવાયેલા સ્વદેશી છોડની જાતોનો સમાવેશ થાય છે. તેની સ્થાપત્યની સુંદરતા સાથે, આ મલ્ટીમોડલ હબ ૧૩ એલિવેટર્સ, ૮ એસ્કેલેટર્સ, સીસીટીવી, ફાયર પ્રોટેક્શન અને બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ સાથે કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…