નેશનલ

બૅન્કોનો વ્યાજદર યથાવત્: યુપીઆઈ લિમિટ વધારાશે

હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓને ₹ પાંચ લાખ સુધી યુપીઆઈથી ચુકવણી થઈ શકશે

મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ)એ બૅન્કોના વ્યાજદર યથાવત્ રાખવાની ગુરુવારે જાહેરાત કરી હતી અને હૉસ્પિટલ તેમ જ શૈક્ષણિક સંસ્થા માટેના યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધીની કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.

આ ઉપરાંત રિકરિંગ પેમેન્ટ્સ માટેની મહત્તમ મર્યાદા રૂપિયા એક લાખ કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી.

સતત પાંચમી વખત આરબીઆઈએ બૅન્ચમાર્ક ધિરાણદરમાં કોઈ ફેરફાર નથી કર્યો અને ૬.૫ ટકા જ રહેવા દીધો છે.

આરબીઆઈના ત્રણ તેમ જ બહારના ત્રણ એમ કુલ છ સભ્યની બનેલી આરબીઆઈની નાણાકીય સમિતિએ બૅન્ચમાર્ક ધિરાણદરમાં કોઈ ફેરફાર ન કરવાનો અને ૬.૫ ટકા જ રહેવા દેવાનો સર્વાનુમતીથી નિર્ણય
લીધો હતો.

જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક દરમિયાન વિકાસર અપેક્ષિત ૭.૬ કરતાં વધુ રહેતા વિશ્ર્વના સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ભારતનો હાલનો દરજ્જો જળવાઈ રહે તે માટે ચાલુ નાણાંકીય વર્ષ માટે જીડીપીનો વિકાસદર અગાઉના ૬.૫ ટકાથી વધીને ૭.૦૦ ટકા રાખવાની આરબીઆઈએ જાહેરાત કરી હતી.

મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના નિર્ણયની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું હતું કે વિકાસદર તંદુરસ્ત રહ્યો હોવાને કારણે લોકોને આશ્ર્ચર્ય થઈ રહ્યું
છે. રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ ઞઙઈં દ્વારા ચુકવણીની મર્યાદા પાંચ ગણી વધારી દીધી છે. હવે તમે ઞઙઈં દ્વારા ૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (છઇઈં) એ હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (ઞઙઈં) દ્વારા ચૂકવણી કરવાની મર્યાદા એક સમયે ૧ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરી દીધી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં યુપીઆઈ મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. છઇઈં ના નવા નિર્ણય બાદ હવે ઞઙઈં ની મદદથી હૉસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ પેમેન્ટ કરી શકાશે.

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બૅક દેશમાં ઞઙઈં ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. સરળ અને ઝડપી ચૂકવણીને કારણે, ઞઙઈં સામાન્ય લોકોની સાથે-સાથે ખાસ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. સેન્ટ્રલ બેંક દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ઞઙઈં ટ્રાન્ઝેક્શનની સંખ્યા દર મહિને સતત વધી રહી છે. છઇઈં એ ઑફલાઇન વ્યવહારો માટે ઞઙઈં માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) ના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું છે. આરબીઆઈના નવા નિયમો અનુસાર, હવે શાળાઓ, હૉસ્પિટલો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં યુપીઆઈ યુઝર્સ યુપીઆઈ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૧ લાખને બદલે રૂ.૫ લાખ સુધીની ચૂકવણી કરી શકશે. આ નિર્ણયથી આ સંસ્થાઓમાં ઞઙઈં ના ઉપયોગને પ્રોત્સાહન મળશે. હૉસ્પિટલના બિલ અને સ્કૂલ-કોલેજની ફી ભરવામાં પડતી અસુવિધા ઓછી થશે.

આરબીઆઇએ ચોક્કસ વ્યવહારો માટે ઞઙઈં ઓટો પેમેન્ટની મર્યાદા વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ સબસ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને ક્રેડિટ કાર્ડની ચુકવણી માટે ઞઙઈં ઓટો પેમેન્ટની મર્યાદા વધારીને ૧ લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.

(એજન્સી)

આરબીઆઈની નાણાકીય નીતિના મુખ્ય મુદ્દા
૧) હૉસ્પિટલ તેમ જ શૈક્ષણિક સંસ્થા માટેના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા સુધીની કરવાનો પ્રસ્તાવ.
૨) રિકરિંગ પેમેન્ટ્સ માટેની મહત્તમ મર્યાદા રૂ. ૧૫,૦૦૦થી વધારીને રૂપિયા એક લાખ કરવાનો પ્રસ્તાવ.
૩) આરબીઆઈએ બૅન્ચમાર્ક ધિરાણદરમાં કોઈ ફેરફાર નથી કર્યો અને ૬.૫ ટકા જ રહેવા દીધો છે.
૪) ડિસેમ્બર-માર્ચના ત્રિમાસિક માટેનો જીડીપી વૃદ્ધિદર વધારીને ૬.૫ ટકા કરાયો.
૫) ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીનો વિકાસદર અગાઉના ૬.૫ ટકાથી વધીને ૭.૦૦ ટકા કરવાનો આરબીઆઈએ નિર્ણય લીધો હતો.
૬) વર્ષ ૨૦૨૩-૨૪ માટે રિટેલ ફૂગાવાનો દર ૫.૪ ટકા જાળવી રખાયો.
૭) ખાદ્યસામગ્રીના ભાવમાં અચોક્કસ વધારાની ફૂગાવાના
દર પર અસાધારણ અસર થવાની શક્યતા.
૮) નવેમ્બર-ડિસેમ્બરમાં શાકભાજીના ભાવમાં વધારો ફરી સમાચારપત્રના મથાળા બાંધે એવી શક્યતા.
૯) વર્ષ ૨૦૨૩ની સરખામણીએ ઊભરતાં બજારોમાં રૂપિયાની પ્રવાહિતા ઓછી રહેવાની શક્યતા.
૧૦) રૂપિયાના દરમાં સ્થિરતા મેક્રોઈકોનોમિક ફંડામેન્ટલમાં સુધારાનું પ્રતિબિંબ પાડે છે.
૧૧) પહેલી ડિસેમ્બરના ફોરેક્સ રિઝર્વ ૬૦૪ અબજ ડૉલર હતું જે વિદેશી નાણાકીય જરૂરિયાતો માટે પૂરતું હશે.
૧૨) આરબીઆઈ સાવધ રહેશે ને નિર્માણ પામનારી પરિસ્થિતિ પ્રમાણે પ્રતિક્રિયા આપશે.
૧૩) અસાધારણ પરિસ્થિતિને હાથ ધરવાને મામલે ભારત અન્ય દેશોની સરખામણીએ વધુ સારી સ્થિતિમાં છે.
૧૪) ડૅટા સિક્યોરિટી અને પ્રાઈવસી માટે આરબીઆઈ નાણાકીય ક્ષેત્ર માટે ક્લાઉડ ફેસિલિટી ઊભી કરશે.
૧૫) નાણાકીય નીતિ ઘડી કાઢતી સમિતિની હવે પછીની બેઠક ૬થી ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…