આમચી મુંબઈ

આર્ટિસ્ટ કાનન ખાંટના પેઈન્ટિંગનું એક્ઝિબિશન

મુંબઈ: જાણીતાં ચિત્રકાર કાનન ખાંટનાં પેઈન્ટિંગ્સનું મુંબઈની કમલનયન બજાજ આર્ટ ગેલેરીમાં ૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી એક્ઝિબિશન યોજાયું છે. ભારતીય લોકકલા પ્રેરિત કલાકૃતિઓ પર આધારિત પેઈન્ટિંગ્સની માયા સિરિઝના આ બીજા પ્રદર્શન ‘માયા – ૨’માં પણ ભારતની મોહક કલમકારી લોકકલા શૈલી નિહાળી શકાશે.

ડિસેમ્બર, ૨૦૨૧માં જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયેલા “માયા નામના સફળ શોકેસની આ સિક્વલ છે. ૨૦૨૧માં જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયેલા માયા પેઈન્ટિંગ પ્રદર્શનમાં પણ કલાચાહકોએ કાનન ખાંટના ચિત્રોને વખાણ્યાં હતાં.

જોયેલાં – અનુભવેલાં દૃશ્યોને કુશળતાપૂર્વક રંગો દ્વારા કેનવાસ પર ઉતારવા અંગે કાનન કહે છે કે પરંપરાગત કલમકારીની સમૃદ્ધ કળા આપણાં ગામડાંઓમાં હતી. આ ચિત્રકારીના કલાકારો પ્રવાસ કરતાં કરતાં કથાઓનું વર્ણન આ ચિત્રકારીમાં કરતા અને તે ચિત્રકથાઓ લોકો સુધી પહોંચાડતા હતા. જેનો અંશ અહીં ‘માયા -૨’માં પ્રસ્તુત છે. આ પેઈન્ટિંગ્સમાં સ્ત્રીત્વના બહુવિધ સ્વરૂપો, આધ્યાત્મિકતા અને પૌરાણિક કથાઓની ઝાંખી છે. આ ચિત્રોમાં રાધા – કૃષ્ણ, બુદ્ધનું નિરૂપણ છે, માનવશરીરના ચક્રો અંગેની રંગદાર ગૂંથણી છે અને આપણી પ્રાચીન નાયિકાઓના મનોભાવોને કેનવાસ પર ઉતારવાનો પ્રયાસ પણ મેં કર્યો છે.

મુંબઈની પ્રખ્યાત નિર્મલા નિકેતન કોલેજના કમર્શિયલ આર્ટનો અભ્યાસ કરી ચૂકેલા કાનને ભારતના એક અગ્રણી મેગેઝિનમાં તેમણે આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે અને એડ એજન્સીઝ તથા એનિમેશન ફિલ્મ સ્ટુડિયોમાં આર્ટ ડિરેક્ટર તરીકે પણ તે કાર્યરત રહી ચૂક્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…