મનોરંજન

સલમાન ખાને કોને કહ્યું કે નકલી માણસ છે, વીડિયો થયો વાઈરલ…

એક અઠવાડિયાના વિરામ બાદ સલમાન ખાન ફરી એક વખત રિયાલિટી ટીવી શો બિગ બોસના વીકએન્ડ કા વાર હોસ્ટ કરતો જોવા મળ્યો હતો અને આ એપિસોડમાં તેણે એક કન્ટેસ્ટન્ટ પર એટલો બધો ગુસ્સે થઈ ગયો હતો કે નહીં પૂછો વાત. એટલું જ નહીં તે એવી વાત પણ કહે છે કે જે સાંભળીને બધાના હોંશ ઉડી જાય છે.

વાત જાણે એમ છે કે ટીવી શોના એક એપિસોડમાં અભિષેક કુમાર ઈશા માલવિયની પર્સનલ લાઈફ પર કમેન્ટ કરતો જોવા મળે છે અને આ જ કારણે સલમાન ખાન અભિષેક પર આગ બબૂલા થઈ જાય છે. એટલું જ નહીં સલમાન ખાને અભિષેકને ઘરનો સૌથી નકલી કન્ટેસ્ટન્ટ ગણાવી દીધો હતો અને અભિષેક પણ સલમાનની આ વઢ માથું ઝુકાવીને સાંભળતો જોવા મળશે.

ચેનલ દ્વારા રીલિઝ કરવામાં આવેલા પ્રોમોમાં જોવા મળે છે કે સલમાન ખાન વીકએન્ડ કા વાર પર કહે છે કે જો બિગ બોસના ઘરમાં મોસ્ટ નકલી કન્ટેસ્ટન્ટનો એવોર્ડ આપવો હોય તો આ ઘરમાં તેનો એક જ દાવેદાર હશે અને એ છે અભિષેક કુમાર. ઈશાને એવું કહેવું રાતે ક્યાંક બીજી જગ્યાએ જઈને… જો મારી સામે આ વાત કરી હોત તો હું તને છોડત નહીં.
ત્યાર બાદ આગળ સલમાન ઈશાને સંબોધતા કહે છે કે ઈશા હવેથી જો અભિષેક શોમાં કોઈ પણ કારણસર રડે, ગુસ્સો કરે, માથા પછાડે કે તોડફોડ કરે તો તું ત્યાં નહીં જતી. સલમાનની આ સલાહ સાંભળીને ઈશાએ તરત કહ્યું હતું કે હું હવેથી અભિષેકથી દૂર જ રહીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈશા અને અભિષેક વચ્ચે થયેલાં ઝઘડા દરમિયાન ઉડારિયા એક્ટર અભિષેકે એવી વાતો કહી હતી ચેનલને એને મ્યુટ કરવાની ફરજ પડી હતી. ઈશા અને એના બોયફ્રેન્ડ સમર્થની સામે ઈશા પર સમર્થને ચીટ કરવાનો આક્ષેપ પણ મૂક્યો હતો. તેણે ઈશાના વન નાઈટ સ્ટેન્ડ પર પણ ટિપ્પણી કરી હતી. અભિષેકની આ વાત ઈશા અને તેનો બોયફ્રેન્ડ સમર્થ ઝુરૈલ દુઃખી થઈ ગયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button