આમચી મુંબઈ

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કેબલ સ્ટેયડ પુલનું કામ શરૂ

સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્ટેન્શન પ્રોજેક્ટને ગતિ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંતાાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટ હેઠળ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થનારા કેબલ સ્ટેયડ બ્રિજ માટે ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક (ઓએસડી) નાખવાની મહત્ત્વની કામગીરી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) હાથ ધરવાની છે. ઓએસડી ઊભો કરવાનું કામ અત્યંત પડકારજનક છે. આ રોડ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.

સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટમાં અત્યંત મહત્ત્વના ગણાતા કેબલ સ્ટેયડ પુલને વાકોલા નાળા અને પાનબાઈ ઈંટરનેશનલ સ્કૂલ દરમિયાન ઊભો કરવામાં આવશે. આ પુલને ઊભો કરવા માટે ઓર્થોટ્રૉપિક સ્ટીલ ડેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કૉન્ક્રીટની સરખામણીમાં વજનમાં હલકા અને મજબૂત હોવાથી બાંધકામ પ્રક્રિયા ઝડપથી કરવા માટે આ પ્રોજેક્ટમાં ઓએસડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એમએમઆરડીએના જણાવ્યા મુજબ ઓએસડીના નિર્માણ માટે ઊંચી ગુણવત્તાનું સ્ટીલ વાપરવામાં આવે છે. આ સ્ટીલ પર કાટ લાગે નહીં તે માટે કલર કરવામાં આવે છે અને ઓએસડી લાંબા સમય સુધી ટકી રહેવામાં મદદ મળે છે. આ પુલના ઓએસડી માટે ચાર બાય ૧૦.૫ મીટરના ૫૮ ટુકડા જોડીને ડેક તૈયાર કરવામાં આવવાનો છે. આ તુકડા જોડવા માટે વેલ્િંડગનું કામ વાડામાં ચાલવાનું છે. ઓએસડીના બે ભાગ પુલ પર રાખવાનું કામ હાલ ચાલી રહ્યું હોઈ બાકીના ભાગ રાખવાનું કામ ફેબ્રુઆરી ૨૦૨૪થી ચાલુ થશે. એક વખત આ ડેક પૂર્ણરીતે ઊભો કરવામાં આવ્યા બાદ કેબલને જોડવાનું, કૉન્ક્રીટીકરણ, ડામરીકરણ જેવા કામ ચાલુ કરવામાં આવશે.

સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડના પહેલા તબક્કામાં ઊભો કરવામાં આવનારો આ પુલ વેસ્ટર્ન હાઈવે પરથી પસાર થવાનો હોવાથી આ પુલને કારણે કલિના અને અંધેરી દરમિયાન વાહનવ્યવહાર વધુ સરળ થશે. પુલ ઊભો કરતા સમયે આ વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમએમઆરડીએ અહીં કેબલ સ્ટેયડ પુલ બાંધવાનો નિર્ણય લીધો હતો. આ પુલ ૨૦૦ મીટર કરતા વધુ લંબાઈનો હોઈ કૉન્ક્રીટ પુલ કરતા કેબલ સ્ટેયડ પુલ બાંધવું વધુ સુવિધાજનક હોવાનો દાવો એમએમઆરડીએ દ્વારા કરવામાં આવ્યો હતો. કેબલ સ્ટેયડ બ્રિજની લંબાઈ લગભગ ૨૧૫ મીટર અને પહોળાઈ ૧૦.૫ મીટરથી ૧૭.૫ મીટરની છે. આ ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેકનું વજન લગભગ ૧,૭૮૦ ટન છે. જમીનથી પુલની ઊંચાઈ ૨૨ મીટર છે અને વાકોલા ફ્લાયઓવરથી નવ મીટર ઊંચાઈ પર પુલ બાંધવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…