આસામ: આજના સમયમાં સોશિયલ મીડિયા પર એવા એવા વીડિયો વાઈરલ થતાં હોય છે કે જે જોઈને તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે. આજે અમે અહીં તમને આવા જ એક વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયોએ અનેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કેટલાક લોકોએ આ વીડિયોને જોઈને રમૂજી કમેન્ટ્સ આપી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયો જોઈને ગુસ્સે ભરાયા છે. આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં…
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં કેટલાક યુવકો ચંપલ લઈને ગજરાજને છંછેડતા દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને IFS પ્રવીણ કાસવાને પૂછ્યું છે કે અસલી જનાવર કોણ છે? એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું હતું કે જ્યારે આ લોકો હુમલો કરે છે ત્યારે આપણે તેમને હત્યારા કહીએ છીએ. પણ જ્યારે કોઈ માણસ આવું કરે તો આપણે એને શું કહીશું.
આ સાથે સાથે જ IFSએ લોકોને એવી અપીલ પણ કરી છે કે તેઓ આવું દુઃસાહસ ના કરે, કારણ કે આથી જીવ જોખમમાં મૂકાઈ શકે છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર આ વીડિયો નીચે કમેન્ટ કરતાં જણાવ્યું છે કે બે પગવાળા આ જનાવરો પર કાર્યવાહી કરવી જોઈએ. અન્ય એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે RIP In Advance…
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે માનવીએ કુદરત કે અબોલ જીવ સામે પોતાની તાકાત કે મોટાઈ બતાવવાનો પ્રયાસ કર્યો હોય. આ પહેલાં ગર્ભવતી હાથિણીને વિસ્ફોટક ભરેલું અનાનસ ખવડાવીને માણસ મૂંગા જીવો પ્રત્યે પોતાની મોટાઈ સાબિત કરી ચૂક્યો છે ત્યારે ખરેખર સવાલ થાય કે આખરે આ બંનેમાં જનાવર કોણ છે?