હાઈ કોર્ટમાં અનામત કેટેગરીના ન્યાયાધીશોની સંખ્યા ઓછીઃ કાયદા મંત્રાલયનો અહેવાલ
નવી દિલ્હી: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા રાજ્યસભાના સાંસદ ડો. જોન બ્રિટાસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 2018 અને 2023 વચ્ચે નિમણૂક કરાયેલા 650 હાઈ કોર્ટ જજોમાંથી 492 સામાન્ય શ્રેણીના છે. હાઈ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંકોમાંથી 23 અનુસૂચિત જાતિમાંથી, 10 અનુસૂચિત જનજાતિમાંથી, 76 અન્ય પછાત વર્ગમાંથી અને 36 ધાર્મિક લઘુમતીઓમાંથી છે.
સુપ્રીમ કોર્ટમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અંગેના આંકડા પણ રજૂ કરવામાં આવ્યા હતા. હાલમાં સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં સેવા આપતા 824 જજોમાંથી 111 એટલે કે લગભગ 13.5% મહિલા જજ છે. કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂકમાં સરકાર સામાજિક વિવિધતા માટે પ્રતિબદ્ધ છે.
કાયદા મંત્રાલયે જણાવ્યું હતું કે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતી અને મહિલાઓના યોગ્ય ઉમેદવારોને ન્યાયાધીશોની નિમણૂક માટે દરખાસ્તો મોકલતી વખતે સામાજિક વિવિધતા જળવાઇ રહે તે માટે યોગ્ય વિચારણા કરવા વિનંતી કરી રહી હતી. ત્યારે કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમ દ્વારા તમામ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની વર્તમાન પ્રણાલીમાં SC/ST/OBC/SC/એસસી સહિત સમાજના તમામ વર્ગોને સામાજિક વિવિધતા અને પ્રતિનિધિત્વ પ્રદાન કરવાની જવાબદારી આપવામાં આવી છે.