આપણું ગુજરાતવેપાર

કોકા કોલા ગુજરાતના સાણંદમાં રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે, સરકારે જમીન ફાળવી

ગાંધીનગર: અમદવાદની બાજુમાં આવેલું સાણંદ છેલ્લા બે દસકાઓમાં મહત્વનું મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે, હવે અમેરિકન મલ્ટીનેશનલ બેવરેજ ઉત્પાદક ધ કોકા કોલા કંપની (TCCC) સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની યોજના બની રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ સાણંદમાં બેવરેજ બેઝ અને કોન્સેન્ટ્રેટ્સ પ્લાન્ટ સ્થાપવા TCCC રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે. ફોરેઇન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ઇન્ટરનેશનલ રિફ્રેશમેન્ટ્સ ઇન્ડિયાપ્રાઇવેટ લિમિટેડ (IRIPL) દ્વારા કરવામાં આવશે, જે TCCCનો ભાગ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કે સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-II માં પ્લાન્ટ સ્થાપવા માટે કંપનીને 1.6 લાખ ચોરસ મીટરની જમીનનો પ્લોટ (SM-52) ફાળવવામાં આવ્યો છે. રાજ્ય વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “કોકા કોલાએ ગુજરાતમાં તેના બોટલિંગ પાર્ટનર્સ દ્વારા પહેલેથી જ બે મોટા રોકાણો કર્યા છે. સરકારે મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવી છે અને નવા પ્લાન્ટ માટે કંપનીને જમીન ફાળવણી પણ કરી દીધી છે.”


સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પ્લાન્ટ રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંપૂર્ણ ઓટોમેટિક હશે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને મશીન-લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેથી ઉત્પાદન પ્રક્રિયાઓનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને નિયંત્રણ સક્ષમ કરી શકાય. તેમાં ઓટોમેટેડ સ્ટોરેજ અને રીટ્રીવલ સિસ્ટમ પણ હશે.
પ્લાન્ટના બાંધકામના દરમિયાન, કંપની દ્વારા લગભગ 1,000 લોકો રોજગારી આપવામાં આવશે.


જ્યારે પ્લાન્ટ કાર્યરત થશે, ત્યારે પ્લાન્ટમાં ઓપરેશનલ અને એન્જિનિયરિંગની ભૂમિકામાં લગભગ 400 વ્યક્તિઓનું કાર્યબળ હશે. સુત્રોના જણાવ્યા મુજબ, કોકાકોલાએ ઓછામાં ઓછા બે લાખ રિટેલર્સ દ્વારા રોજગારીની ઘણી તકો ઊભી કરી છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,000 વ્યક્તિઓ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઊભી કરી છે. નવા પ્લાન્ટથી પેકેજિંગ સપ્લાયર્સ, ફ્લેવર પ્રોડ્યુસર્સ, એન્જિનિયરિંગ સર્વિસ, કેપિટલ ગુડ્સ અને ઓટોમેશન સેક્ટર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત