આમચી મુંબઈમહારાષ્ટ્ર

….એ પત્રનું જે કરવાનું હશે એ હું કરીશ… નવાબ મલિકનું નામ લેતાં જ અજિત દાદા ભડક્યા

નાગપૂર: રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવાબ મલિક પર તેઓ જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં હતાં ત્યારે સત્તાધારી ભાજપ અને શિંદે જૂથ દ્વારા તેઓ દાઉદ માટે કામ કરે છે એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે એ જ નવાબ મલિકને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળ્યા બાદ તેઓ હાલ જેલમાંથી બહાર છે.

મલિકે શિયાળુ સત્રમાં સત્તાધારી બેન્ચ પર હાજરી પુરાવી હતી. જેને કારણે આક્ષેપોનું રાજકારણ ગરમાયું હતું. દેવેન્દ્ર ફડણવીસે આ અંગે અજિત દાદાને એક પત્ર પણ લખ્યો હતો. હવે આ પત્ર અંગે અજિત દાદાને પૂછતા તેઓ ગૂસ્સે થઇ ગયા હતાં. અને એ પત્રનું શું કરવું એ પોતે નક્કી કરશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

જેમની પર આક્ષેપ કરવાના એમના ખભા સાથે ખભા મેળવી ને બેસવું એવો આક્ષેપ ભાજપ પર થઇ રહ્યાં છે. ગઇ કાલના શિયાળુ સત્રમાં સત્તાધારી પક્ષ આખો દિવસ ટ્રોલીંગનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ સાંજે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાનની સંમતીથી નવાબ મલિક પર જ્યાં સુધી આક્ષેપો છે ત્યાં સુધી તેમને મહાયુતીનો ભાગ ન બનાવશો એવો પત્ર અજિત પવારને મોકલ્યો હતો. જેને કારણે રાજકીય વર્તુળોમાં મહાયુતીની એકતાને લઇને અનેક ચર્ચાઓ થવા લાગી છે.


ત્યારે હવે આ બાબતે અજિત પવાર શું પગલાં લેશે? અજિત પવારની આ બાબતે શું ભૂમિકા હશે તે તરફ બધાનું જ ધ્યાન છે. શિયાળુ સત્રના બીજા દિવસે એટલે કે આજે 8 ડિસેમ્બરના રોજ જ્યારે આ બાબતે અજિત પવારને પૂછવામાં આવ્યું તો તેમનો ગુસ્સો સાતમા આસમાને હતો.


આ અંગે પત્રકારોને જવાબ આપતા અજિત પવારે જણાવ્યું હતું કે, એ પત્રનું જે કરવાનું હશે એ હું કરીશ. હું તમને (મીડિયાને) કહીને નહીં કરું. એવી પ્રતિક્રિયા અજિત પવારે આપી હતી. ઉપરાંત દરેકને પોતાનું સ્ટેન્ડ લેવાનો અધિકાર છે. નવાબ મલિક સાથે વાત કર્યા બાદ એમનું શું કહેવું છે એ જાણ્યા બાદ જ હું મારો અને મારા પક્ષનો નિર્ણય જાહેર કરીશ. એમ અજિત પવારે કહ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત