ત્રણ રાજ્યોમાં મહાસંગ્રામ: દિલ્હીમાં બંધાયા મોરચા ભાજપમાં મુખ્ય પ્રધાન પદ માટે લોબિંગ નવી દિલ્હી મધ્ય પ્રદેશ
ગ્વાલિયર (મધ્યપ્રદેશ) : વિધાનસભાની ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ ભાજપમાં મુખ્ય પ્રધાનના પદ માટે ખેંચ-તાણ થઇ રહી છે. કૈલાશ વિજયથી લઇને પ્રલ્હાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમરથી વી.ડી શર્માએ દિલ્હીમાં મોરચા બાંધવાની શરુઆત કરી દીધી છે. હું મુખ્ય પ્રધાન પદનો ઉમેદવાર નથી એમ પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે.
ત્યારે હે આ પરિસ્થિતીમાં ગ્વાલિયરમાં નરેન્દ્ર સિંહ તોમરના ‘બોસ’ તરીકે પોસ્ટર લાગતા મુખ્ય પ્રધાની ખૂરશી માટેની રેસને વધુ વેગ મળ્યો છે. એટલું જ નહીં પણ આવી જ કંઇક હાલ રાજસ્થાનના પણ છે. રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન બાબતનો નિર્ણય વિધાન પરિષદની બેઠક બાદ લેવામાં આવશે. વિધાનસભ્યો પોતપોતાના મતદાર સંઘમાં હોવાથી બેઠક માટે જયપુર આવશે. એમ પ્રદેશાધ્યક્ષ સી.પી. જોશીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પાંચ વિધાન સભ્યો મંગળવારે જયપુરના એક રિસોર્ટમાં એક સાથે રહેતાં લોબિંગ થઇ રહ્યું હોવાની ચર્ચા થઇ રહી છે. જોકે સી.પી. જોશીએ આવી કોઇ પણ શક્યતાઓને નકારી કાઢી છે.
કોટા વિભાગના વિધાનસભ્યોએ મંગળવારે રાત્રે સીકર રોડ પરના એક રિસોર્ટમાં ચેકઇન કર્યુ હતું. આ પાંચમાંથી એક વિધાનસભ્ય લલિત મીનાને શક થયો કે તેમને રિસોર્ટમાં અટકાવી રાખવામાં આવ્યા છે. તેમણે તેમના પિતા હેમરાજ મીનાને આ અંગેની જાણકારી આપી હતી. ત્યાર બાદ પક્ષના વરિષ્ઠ નેતાઓને જાણ કરવામાં આવી.
પક્ષના કેટલાંક નેતાઓ રિસોર્ટ પર પહોંચ્યા અને આ વિધાનસભ્યોને કાર્યાલય પર લાવવામાં આવ્યા. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનના નામની જાહેરાતમાં થઇ રહેલ વિલંબ પરથી કોંગ્રેસે ગુરુવારે ભાજપની ટીકા કરી હતી. ચૂંટણી પરિણામોને ચાર દિવસ થયા હોવા છતાં ભાજપ આ રાજ્યોને મુખ્ય પ્રધાનનું એક નામ આપી શકતી નથી એ દુખની વાત છે એમ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું.