ટોપ ન્યૂઝનેશનલ

તો શું આ કેન્દ્રીય પ્રધાન રાજસ્થાનના સીએમ બનશે!

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે મુખ્ય પ્રધાન પદની રેસ તેજ થઈ ગઈ છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપમાં પુખ્ય પ્રધાન પદના ચહેરા માટે મહા મંથન ચાલી રહ્યું છે, ત્યારે સૂત્રોના હવાલાથી જાણવા મળી રહ્યું છે કે આ દરમિયાન મોટા સમાચાર એ છે કે કેન્દ્રીય પ્રધાનઅશ્વિની વૈષ્ણવ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. અશ્વિની વૈષ્ણવ 2 મોટા મંત્રાલયોના કેન્દ્રીય પ્રધાન છે. એવું માનવામાં આવે છે કે રાજસ્થાનમાં ભાજપ OBCને સીએમ બનાવી શકે છે અને આ ચહેરો અશ્વિની વૈષ્ણવ હોઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક પણ દિલ્હીમાં યોજાઈ હતી જેમાં પાર્ટી દ્વારા પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. સીએમના નામને લઈને પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી નથી, પરંતુ પહેલાથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાર્ટી કોઈ નવા ચહેરાને સીએમની ખુરશી પર નિયુક્ત કરી શકે છે. હવે આ રેસમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવનું નામ સામે આવી રહ્યું છે. કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન તરીકે, અશ્વિન વૈષ્ણવે તેમના કામથી ટોચના નેતૃત્વને પ્રભાવિત કર્યા છે.


આ અગાઉ, લગભગ 60 નવા ચૂંટાયેલા વિધાનસભ્યો સોમવાર અને મંગળવારે વસુંધરા રાજેના સિવિલ લાઇન્સના નિવાસસ્થાને જઇને તેમને મળ્યા હતા. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાનનું નામ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે અને તે પહેલા પાર્ટી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવશે.


જો કે પક્ષે હજુ સુધી વિધાનસભ્ય દળની બેઠક અંગે કોઈ જાહેરાત કરી નથી. બે વખતના મુખ્ય પ્રધાન વસુંધરા રાજે પણ મુખ્ય પ્રધાન પદની રેસમાં આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રવિવારે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને 115 બેઠકોનો જનાદેશ મળ્યો હતો જ્યારે કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. રાજ્યમાં 200માંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. કરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે અહીં 5 જાન્યુઆરીએ ચૂંટણી થશે અને 8 જાન્યુઆરીએ પરિણામ જાહેર થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button