આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં આગામી ૨૪ કલાક ડહોળું પાણી આવવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા મલબાર હિલ રિઝર્વિયરનું પુન:બાંધકામ કરવા માગે છે, તે માટે આઈઆઈટી, પવઈના પ્રોફેસર, સ્થાનિક નિષ્ણાતો અને પાલિકાના અધિકારીઓનો સમાવેશવાળી નિષ્ણાતોની સમિતિએ ગુરુવારે ૧૩૬ વર્ષ જૂના મલબારહિલ રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ નંબર-બે-એ અને બીનું નિરીક્ષણ કર્યું હતું. તે માટે જળાશયના કમ્પાર્ટમેન્ટ બેને સંર્પૂણરીતે ખાલી કરવામાં આવ્યા બાદ તેને ફરી ભરવામાં આવ્યું હોવાથી આગામી એકાદ-બે દિવસ દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં ડહોળું પાણી પુરવઠો થવાની શક્યતા છે. તેથી મુંબઈગરાને પાણી ઉકાળીને પીવાની સલાહ મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે.

નિષ્ણાતોની સમિતિએ રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ ૨-એ અને ૨-બીની મુલાકાત લીધા બાદ તેની હાલત સારી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. જોકે આ જળાશયનું પુન:બાંધકામ કરવું કે પછી તેનું સમારકામ કરવું તેનો નિર્ણય રિઝર્વિયરના બાકીના તમામ પાંચ કમ્પાર્ટમેન્ટની મુલાકાત બાદ જ ચોક્કસ રીતે કહી શકાશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

આગામી દિવસમાં ફરી એક વખત જળાશયના બાકીના ભાગનું ઈન્સ્પેકશન કરવામાં આવવાનું છે. નિષ્ણાતોની સમિતિનો પહેલો તબક્કાનું નિરીક્ષણનું કામ ગુરુવારે પૂરું થયું હતું. તે માટે જળાશયના કમ્પાર્ટમેન્ટને ખાલી કરવામાં આવ્યું હતું. તેથી દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારમાં પાણીકાપ તો અમુક વિસ્તારમાં સંપૂર્ણરીતે પાણીપુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો.

નિષ્ણાતોની મુલાકાત બાદ જળાશયના કમ્પાર્ટમેન્ટને ફરી ભરવામાં આવ્યું હતું. તેથી અમુક નાગરિકોને એકાદ-બે દિવસ પાણી ડહોળું પાણી મળવાની શક્યતા છે. તેથી તકેદારીના પગલારૂપે નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.

બાન્દ્રામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ
મુંબઈના પાણીપુરવઠાને જાણે કોઈની નજર લાગી હોય તેમ ગયા અઠવાડિયાથી પાણીની પાઈપલાઈનમાં સતત ભંગાણ પડી રહ્યા છે. ગુરુવારે બાંદ્રામાં ૬૦૦ મિલિમીટર વ્યાસની પાઈપલાઈનમાં ભંગાણ પડતા ફરી એક વખત પશ્ર્ચિમ ઉપનગરમાં બાંદ્રાથી લઈને ખાર સુધીના વિસ્તારના પાણીપુરવઠો ખોરવાયો હતો.

મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીપુરવઠાને સતત ફટકો પડી રહ્યો છે. ગુરુવારે મોડી સાંજે બાંદ્રા (પશ્ર્ચિમ)માં ૬૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. પાલિકાના પાણી પુરવઠા ખાતાના જણાવ્યા મુજબ બાંદ્રા (પશ્ર્ચિમ)માં બાલગંધર્વ રંગ મંદિર પાસે ૨૪મો રોડ પાલી હિલ રિઝર્વિયર ઈનલેટની જમીનની નીચેની ૬૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું, તેને કારણે બાંદ્રાથી લઈને ખાર વિસ્તારના પાણીપુરવઠાને અસર થઈ હતી.

પાઈપલાઈનમાં થયેલા ભંગાણનું સમારકામ શુક્રવાર સવારથી ચાલુ કરવામાં આવવાનું છે, તેને કારણે શુક્રવારે પણ અનેક વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થશે.

નોંધનીય છે કે અઠવાડિયાથી મુંબઈના પાણીપુરવઠાને મોટો ફટકો પડ્યો છે. ગયા ગુરુવારે અંધેરી સીપ્ઝમાં મેટ્રોના ખોદકામ દરમિયાન ૧૮૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈનમાં ભંગાણ પડવાને કારણે લગભગ પાંચ દિવસ સુધી પશ્ર્ચિમ ઉપનગર સહિતના વિસ્તારના પાણીપુરવઠાને અસર થઈ હતી. આ દરમિયાન મંગળવારે દહિસરમાં પણ પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. ગુરુવારે મલબાર હિલ જળાશયના પુન:બાંધકામને લઈને નિષ્ણાતોની સમિતિ જળાશયની મુલાકાત લેવાની હોવાથી જળાશયના કમ્પાર્ટમેન્ટ બેને ખાલી કરવામાં આવ્યું હતું. તેથી દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડના પાણીપુરવઠાને અસર થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker