મેટિની

બૉલીવૂડનો ઉભરતો સિતારો એટલે તૃપ્તી ડિમરી

બુટ ચાટવાના સીન પર પોતાની ચૂપકી તોડતી તૃપ્તી

ભરત પટેલ

‘એનિમલ’ ફિલ્મથી લોકોમાં મશહૂર થયેલી અભિનેત્રી બૉલીવૂડનો ઊભરાતો ચહેરો તરીકે લોકોમાં ખ્યાતિ પામી રહી છે.

‘એનિમલ’ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય આપ્યા બાદ ફિલ્મમાં બુટ ચાટવાના સિન માટે તેણે પોતાની ચૂપકીી તોડી છે અને ફિલ્મના બોલ્ડ સિન માટે પણ તેણે ખુલાસો આપ્યો છે.

તેણે કહ્યું હતું કે, ‘એનિમલ ફિલ્મ મારી કેરીયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે, દર્શકો એનિમલ ફિલ્મ જોઈને મારા પર વારી ગયા છે, તો કેટલાક દર્શકો ફિલ્મમાં મારા બોલ્ડ સીન જોઈને નારાજગી પણ દર્શાવી છે, તેથી હું પરેશાન છું.’

બુટ ચાટવાના સિન માટે તેણે કહ્યું હતું કે, ‘ફિલ્મમાં રણબીર કપૂરના કેરેકટર વિશે દર્શાવવાનું હોવાથી આ સિન ખુબ મહત્ત્વનો હતો. હું જાણું છું કે મેં બધુ સારી રીતે કર્યું છે.’

તેણે વધુમાં કહ્યું હતું કે, ‘એક સારા એક્ટરે કોઈપણ પ્રકારના પાત્ર ભજવવા તૈયાર રહેવું જોઈએ.’

વધુ માહિતી માટે જણાવી દઇએ કે તૃપ્તીએ ૨૦૧૭માં હિન્દી ફિલ્મ પોસ્ટર બોયઝ દ્વારા બૉલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેણે ૨૦૧૮માં રોમેન્ટીક નાટક લૈલા મજનુ, ૨૦૨૦માં અનવિતા દત્તની બુલબુલ અને ૨૦૨૨માં ક્વાલામાં તેણે પોતાના અભિનયનો પરચો દાખવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button