આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈગરાને પાણી ઉકાળીને પીવાની અપીલ

આગામી ૨૪ કલાક ડહોળું પાણી મળવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા મલબાર હિલ રિઝર્વિયરનું પુન:બાંધકામ કરવા માગે છે, તે માટે આઈઆઈટી, પવઈના પ્રોફેસર, સ્થાનિક નિષ્ણાતો અને પાલિકાના અધિકારીઓનો સમાવેશવાળી નિષ્ણાતોની સમિતિએ ગુરુવારે ૧૩૬ વર્ષ જૂના મલબારહિલ રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ નંબર-બે-એ અને બીનું નિરીક્ષણ કર્યું હતું. તે માટે જળાશયના કમ્પાર્ટમેન્ટ બેને સંર્પૂણરીતે ખાલી કરવામાં આવ્યા બાદ તેને ફરી ભરવામાં આવ્યું હોવાથી આગામી એકાદ-બે દિવસ દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં ડહોળું પાણી પુરવઠો થવાની શક્યતા છે. તેથી મુંબઈગરાને પાણી ઉકાળીને પીવાની સલાહ મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે.

નિષ્ણાતોની સમિતિએ રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ ૨-એ અને ૨-બીની મુલાકાત લીધા બાદ તેની હાલત સારી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. જોકે આ જળાશયનું પુન:બાંધકામ કરવું કે પછી તેનું સમારકામ કરવું તેનો નિર્ણય રિઝર્વિયરના બાકીના તમામ પાંચ કમ્પાર્ટમેન્ટની મુલાકાત બાદ જ ચોક્કસ રીતે કહી શકાશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

આગામી દિવસમાં ફરી એક વખત જળાશયના બાકીના ભાગનું ઈન્સ્પેકશન કરવામાં આવવાનું છે. નિષ્ણાતોની સમિતિનો પહેલો તબક્કાનું નિરીક્ષણનું કામ ગુરુવારે પૂરું થયું હતું. તે માટે જળાશયના કમ્પાર્ટમેન્ટને ખાલી કરવામાં આવ્યું હતું. તેથી દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારમાં પાણીકાપ તો અમુક વિસ્તારમાં સંપૂર્ણરીતે પાણીપુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો.
નિષ્ણાતોની મુલાકાત બાદ જળાશયના કમ્પાર્ટમેન્ટને ફરી ભરવામાં આવ્યું હતું. તેથી અમુક નાગરિકોને એકાદ-બે દિવસ પાણી ડહોળું પાણી મળવાની શક્યતા છે. તેથી તકેદારીના પગલારૂપે નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે