વિક્રોલી સ્ટેશન રોડ પર ફેરિયાઓની ભીડ

મુંબઈ: વિક્રોલી પૂર્વના રસ્તાઓ પર ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડરોની ભીડ જોવા મળે છે. ચા અને વડાપાવના ધંધા વિક્રેતાઓ સવારથી લગાવે છે, જેના પર ગૅસ સિલિન્ડર અને ચોરીથી વીજળીનો ખુલ્લેઆમ ઉપયોગ થાય છે. હોકર્સ અને સ્ટ્રીટ વેન્ડરોએ મુખ્ય માર્ગ અને સ્ટેશનની બહાર જ તેમની દુકાનો બનાવી છે. વિક્રોલી ઈસ્ટ ગેટ, રામ હજારે માર્ગ, હરિયાળી ગામ, ગ્રુપ નંબર-બે ઉપાધ્યાય સ્કૂલ, પોલીસના બીટની સામે ફેરિયાઓ ખુલ્લેઆમ બેસે છે, વડાપાવ, ચાઈનીઝ, કબાબ, પાણીપુરી અને ચાના સ્ટોલ પર સિલિન્ડર અને ગૅસના ચૂલાનો બેદરકારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. અહીં ગમે ત્યારે આગ અને સિલિન્ડર બ્લાસ્ટ જેવી ઘટનાઓ બનવાની સંભાવના છે. આ સ્થળોએ સામાન્ય લોકો માટે ચાલવું મુશ્કેલ બન્યું છે.
પોલીસ અને મહાનગરપાલિકા કાર્યવાહી કરતી નથી
શાળા છૂટ્યા બાદ બાળકોને અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિક્રોલી પૂર્વ રેલવે ફાટકની સામે મોટી સંખ્યામાં શેરી વિક્રેતાઓ એકઠા થયા છે, તેથી સાંજે રામ હજારે માર્ગના ચોક પર ચાલવું મુશ્કેલ બને છે. ખાસ વાત એ છે કે અહીં દરેક જગ્યાએ બીટ પોસ્ટ બનાવવામાં આવી છે, ગૅસ સિલિન્ડરનો ખુલ્લેઆમ ઉપયોગ થાય છે. ટ્રાફિક જામ જેવી સમસ્યા પણ ઊભી થાય છે, તો પણ પોલીસ અને મહાનગરપાલિકા તેમની સામે કડક કાર્યવાહી કરતી નથી. હરિયાળી ગામ, ટાગોર નગર ગુ્રપ નં. બેના મુખ્ય માર્ગ પર બપોરથી જ હૉકરોની દુકાનો શણગારવા લાગે છે, સાંજ સુધીમાં ફેરિયાઓ સંપૂર્ણ રીતે રસ્તા પર ફેલાઈ જતા લોકોને ચાલવું મુશ્કેલ બની જાય છે.