ટોપ ન્યૂઝનેશનલ

બે રાજ્યમાં આઈટી વિભાગનો સપાટો, એટલી રોકડ મળી કે મશીનો પડ્યા બંધ

રાંચી/ભુવનેશ્વરઃ આવકવેરા વિભાગ (આઈટી)એ ઓડિશા અને ઝારખંડ સ્થિત જાણીતી ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડે રેડ પાડીને કંપનીના પરિસરમાંથી મોટી સંખ્યામાં નોટ જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ઓડિશા અને ઝારખંડમાં દારૂની કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. ઝારખંડના રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહૂના રાંચી, લોહરદગા અને ઓડિશા સ્થિત પાંચથી વધુ સ્થળો પર આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા. ટીમ દ્વારા દસ્તાવેજો અને રોકાણ વગેરેના દસ્તાવેજોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી.

ઝારખંડ અને ઓડિશામાં આવકવેરા વિભાગે બુધવારે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડ્યા હતા. પશ્ચિમ ઓડિશામાં દેશી દારૂનું ઉત્પાદન અને વિતરણ કરતી અગ્રણી કંપની બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝની બાલાંગિર ઓફિસમાંથી ૧૫૦ કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી તેમ જ અન્ય એક વેપારી પાસેથી વિભાગે ૧૧૦ કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે.

આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગે અધધધ કુલ ૩૬૦ કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવાર સુધીમાં ૫૦ કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂરી થઇ હતી. રોકડ એટલી વધુ છે કે નોટો ગણવાના મશીનો કામ કરતા બંધ થઇ ગયા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશાના બોલાંગીર અને સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહદરગામા કંપનીના પરિસરમાં પણ સર્ચ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે આવકવેરા વિભાગે કરચોરીની શંકાના આધારે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. હાલ નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થયા બાદ જ કરચોરીની ચોક્કસ રકમ જાણી શકાશે. આવકવેરા વિભાગની મદદ કરવા માટે દરોડામાં સીઆઇએસએફના જવાનો પણ સામેલ થયા છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker