અગસ્ત્ય નંદા માટે આ શું કહ્યું ઐશ્ચવર્યાએ?
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી તેમના પારિવારીક મતભેદને કારણે ચર્ચામાં રહે છે અને હવે આ બધા વચ્ચે બચ્ચન પરિવારની વહુરાણી ઐશ્ચર્યા રાય બચ્ચને ભત્રીતા અગસ્ત્ય નંદા માટે એવી વાત કહી દીધી હતી કે જેને કારણે ફરી એક વખત પરિવાર લાઈમલાઈટમાં આવી ગયો છે. આવો જોઈએ શું કહ્યું મામી ઐશ્વર્યાએ પોતાના ભત્રીજા અગસ્ત્ય માટે.
હાલમાં જ ફિલ્મ ધ આર્ચીઝનું પ્રીમિયર યોજાયું હતું અને આ જ ફિલ્મથી બિગ બીનો દોહિત્ર અગસ્ત્ય નંદા ડેબ્યુ કરવા જઈ રહ્યો છે, એટલું જ નહીં આ જ ફિલ્મથી શાહરૂખની લાડકી સુહાના ખાન અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પણ ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે.
ફિલ્મના પ્રીમિયરમાં આખો બચ્ચન પરિવાર અગસ્ત્યનો ઉત્સાહ વધારવા પહોંચ્યો હતો. અગસ્ત્યના માતા-પિતા નિખિલ નંદા-શ્વેતા નંદા, બહેન નવ્યા, નાના અમિતાભ બચ્ચન, નાની જયા બચ્ચન, મામા-મામી અભિષેક અને ઐશ્વર્યા પણ આ પ્રીમિયરમાં પહોંચ્યા હતા. આ ઈવેન્ટ પર અગસ્ત્યએ અભિષેક, એશ અને આરાધ્યા સાથે પેપ્સને પોઝ પણ આપ્યા હતા.
દરમિયાન જ એશે અગસ્ત્યને કંઈક એવું કહ્યું અને કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા અગસ્ત્યને વ્હાલ કરતી જોવા મળી હતી અને તેણે અગસ્ત્યને એવું પણ કહ્યું હતું કે આટલી લાઈમલાઈટની આદત હવે પાડી જ દે…
અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ આખો બચ્ચન પરિવાર એક સાથે કોઈ ઈવેન્ટ પર જોવા મળ્યો હતો અને બ્લેક કલરના આઉટફિટ્સમાં આ ફેમિલીના મેમ્બર્સ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. છેલ્લાં કેટલાક સમયથી ઈન્ડસ્ટ્રીમાં બચ્ચન પરિવારમાં ઓલ ઈઝ નોટ વેલ એવી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ ત્યાર બાદ બધા એક સાથે ફિલ્મના પ્રીમિયરમાં સાથે જોવા મળતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાની વાત ચાલી રહી છે.